સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (17:51 IST)

મે મોદીને આશીર્વાદ આપ્યા એટલે વડાપ્રધાન બન્યા’, કહી બાબો સોનાની ચેન તફડાવી ગયો

વાલોડ તાલુકાના તીતવા ગામે કારમાં સવાર એક બાબા અને તેના મળતિયાએ યુવકને રસ્તો પુછવવાના બહાને અટકાવી તેની સોનાની ચેઇન પડાવી ગયા હતા.બાજીપુરા ખાતે રહેતા પ્રકાશભાઇ બારકુભાઇ પાટીલ મઢી ગામે ચાલતી સાઇટ પર મજૂરોને સામાન આપી બાજીપુરા આવી રહ્યા હતા. ત્યારે તીતવા ગામ પાસે નંબર પ્લેટવાળી સ્વીફ્ટ કારના ચાલકે મોપેડ ઉભી રખાવી પુછ્યું હતું કે, “ હમકો નાશીક જાના હૈ તો કહાશે જાનેકા ?” ત્યારે ડ્રાયવરને બાજીપુરા, વાલોડ, સાપુતારા થઇ નાશીક જવાશે એમ જણાવ્યું હતું.

જે બાદ ડ્રાઇવરે કારમાં બેસેલા બાબાનો પરિચય કરવાતા બાબાએ પ્રકાશભાઇને જણાવ્યું હતું કે, ‘તુમ બહોત દુઃખી દિખતે હો, ચિંતા મત કરો નરેન્દ્ર મોદી બી મેરે આશીર્વાદ સે પ્રધાનમંત્રી બનેે હૈ, મેરા આશીર્વાદ લેલો ગાડી કી ડીક્કીમે કરોડ રૂપીયા પડા હૈ ચાહીયે ક્યા આપકો. અને ભોગબનનારના હાથમાં 20ની નોટ મુકી મુઠ્ઠી બંધ કરાવી બાબા કહેવા લાગેલ કે, બેટા તુ કરોડપતિ બન જાયેંગા તેવુ કહેવા લાગેલ અને ત્યારે તેઓ સંમોહિત થઇ ગયેલા અને ત્યારબાદ તેમને કોઈ ભાન રહેલ નહી અને બાબાની વાતોમાં આવી તેમના ગળામાં પહેરેલ સોનાની ચેઇન માંગતા આપી દિધેલ, ત્યારબાદ સ્વીફ્ટ ડીઝાયર ગાડીનો ચાલક ત્યાથી બાજીપુરા હાઇવે તરફ જતા રહેલ હતા.

ત્યારબાદ પાચેક મિનીટ બાદ ભાન આવેલ ત્યારે સમજ પડી હતી કે બાબાએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી સોનાની ચેઇન જે આશરે અઢી તોલાની જેની કિંમત રૂ.70000/- ના મત્તાની ઠગાઇ કરી નાશી ગયા હતા. બાબાની ઉમર આશરે 50 થી 55 વર્ષનો જેને આખા શરીરે ભભુત લગાવેલ હતી તથા સ્વીફ્ટ ડીઝાયર ગાડીનો ચાલક અંદાજે 25 વર્ષનો અને મજૂબત બાંધાનો હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું.