મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (14:31 IST)

FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી મંજૂર કરી, કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટરની ફી વસૂલી શકશે

FRC દ્વારા નવી ફી નક્કી થયા પછી વધઘટ સરભર કરવામાં આવશે
અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરી સહિત ટેકનિકલ કોલેજોમાં આગામી ત્રણ વર્ષ માટે નવી ફી નિર્ધારિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ ટેકનિકલ કોલજની 3 વર્ષની ફી જાહેર થઈ ચૂકી છે. જ્યારે કેટલીક કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાતી FRC દ્વારા આ મામલે વિચારણા પણ કરવામાં આવી છે.

જેમાં ફાઈનલ ફીમાં વિલંબ થતાં  FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. FRCએ ટેકનિકલ કોલેજોને 10 ટકા સુધીનો ફી વધારો આપ્યો છે. જેથી વિદ્યાર્થીઓએ હાલ કામચલાઉ ફી પ્રમાણે ફી ભરવાની રહેશે. FRC દ્વારા નવી ફી નક્કી થયા પછી વધ-ઘટ સરભર કરવામાં આવશે. 
 
વાલીઓએ વધારાની ફી કોલેજોમાં જમા કરાવી પડશે
આ મામલે FRCએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલ જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ ફી કોલેજોએ વર્ષ 2023-24માં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટર પૂરતી લેવાની રહેશે. બાદમાં FRC દ્વારા જે ફાઈનલ ફી જાહેર કરાશે તે પ્રમાણે જ કોલેજો ફી વસૂલી શકશે. જો આ ફી પ્રોવિઝનલ ફી કરતા વધારે હશે તો વાલીઓએ ઉપરની ફી કોલેજોમાં જમા કરાવવાની રહેશે. 
 
76 કોલેજોએ ફી વધારો જ માગ્યો નહોતો
જ્યારે ઓછી હશે તો કોલેજ ફીમાં વધધટ સરભર કરી આપશે. અગાઉ ગુજરાતની ઈજનેરી, ફાર્મસી સહિતની કોલેજની વર્ષ 2023-24થી 2025-26ની ફી FRC દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગુજરાતની 500 ટેકનિકલ કોલેજોની 3 વર્ષની ફી જાહેર કરવામાં આવી હતી. રાજ્યની કુલ 640 કોલેજોમાંથી 500 કોલેજોને 5 ટકા સુધીનો ફી વધારો માંગ્યો હોવાથી તેમને ફી નિયમન સમિતિએ એફિડેવિટના આધારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત 76 કોલેજોએ ફી વધારો જ માગ્યો નહોતો.