1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (12:14 IST)

તથ્ય પટેલ કેસમાં મોટા અપડેટ- તથ્ય પટેલનું લાઇસન્સ રદ, સવલતોની માગ મંજૂર

Big update on Tathya Patel case
તથ્ય પટેલ કેસમાં મોટા અપડેટ-ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને ઉડાવી દેનાર તથ્ય પટેલને જેલમાં તેમણે સવલતોની માંગણી કરી હતી. અમદાવાદમાં 19 જુલાઈની મધરાતે જેગુઆર કારથી 9ને કચડી મારનાર તથ્યને જેલમાં ઘરનું બે ટાઈમ જમવાનું મળશે. જોકે જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે.

તથ્ય પટેલની માગણીઓ પર સરકારનો જવાબ રજૂ કરાયો હતો. અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરવા દેવામાં આવશે. જ્યારે અમદાવાદ આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.
 
7 ઓગસ્ટે આરોપીના વકીલે કેટલીક માગ કરી હતી. 
ઘરનું ટિફિન જેલમાં મળે આ માગ કરી . પરિવારના સભ્યો જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે. જેને વધારવાની માગ કરવામાં આવી હતી.