રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2023 (13:24 IST)

સુરતમાં ઘરની ગેલેરીમાં પગ સ્લીપ થતાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ

Surat News
સુરતમાં વરાછા યોગી ચોક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ત્રીજા માળે ગેલેરીમાં પગ સ્લીપ થતા કિશોરી નીચે પટકાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં કિશોરી ફૂટબોલની જેમ ઉછળતી દેખાઇ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મેઈન ગેટની અંદર બાંકડા ઉપર બેઠેલા વૃદ્ધો કિશોરીને નીચે પડતા જોઈ ચોંકી ગયા હતા. કિશોરીને પટકાયેલી જોઈ માતા બેભાન થઈ ઢળી પડી દોવાના દૃશ્યો પણ સીસીટીવીમાં જોવા મળે છે.

બાદમાં કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.સીસીટીવી પ્રમાણે, તુલસી પાર્ક સોસાયટીમાં કિશોરી ત્રીજા માળેથી નીચે પટકાઈ ત્યારે તેણીનું માથું સીધું નહોતું પટકાયું પરંતુ હાથ પહેલા રોડ પર અથડાયાં હતાં. જેથી હાથમાં વધારે ઈજા છે. માથામાં પણ ગંભીર ઈજાઓ થઈ છે. જો કે, સીસીટીવી પ્રમાણે જોઈએ તો સીધું માથું અથડાયું હોત તો કદાચ કિશોરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હોત તેમ સ્થાનિકોનું કહેવું છે.સરથાણા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર આ ઘટના ગત શનિવારે 11 વાગ્યે બની હતી. એક કિશોરી યોગી ચોક વિસ્તારમાં આવેલી તુલસી પાર્ક સોસાયટીના એક મકાનના ત્રીજા માળે ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. દીકરી નીચે પડી હોવાની જાણ થતાં માતા પણ દોડી આવી હતી. દીકરીને જોઈ માતા પણ બેભાન થઈ ઢળી પડી હતી. ત્યારબાદ કિશોરીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. કિશોરી ધોરણ 10માં અભ્યાસ કરે છે.કિશોરી ઘરની ગેલેરીમાં પગ સ્લીપ થતાં નીચે પટકાઈ હતી. ગેટ પાસેના CCTVમાં આખી ઘટના કેદ થઈ હતી. બાંકડાઓ પર બેઠેલા વૃદ્ધ બાળકીને નીચે પટકાતા જોઈ ચોંકી ગયા હતા. જો કે, તાત્કાલિક ઇજાગ્રસ્ત કિશોરીને ઉઠાવી હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ બાળકી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું છે.