મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (13:46 IST)

આણંદ કલેક્ટર તાત્કાલીક સસપેન્ડ

આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવી સામે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે
 
આણંદથી મોટા સમાચાર સામે આવ્યા છે. આણંદ કલેકટર ડીએસ ગઢવીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 
 
આણંદમાં હાલમાં આઈએએસ ડી એસ ગઢવી જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત હતા. જોકે તેમની સામે કડક પગલા લેવામાં આવ્યા છે. હાલમાં સરકારે તેમને સસ્પેન્ડ કેમ કર્યા છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી છે તો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા તેમને આ અંગે કારણ સાથે આદેશ કર્યા છે. જેમાં તેમની સામે શિસ્ત ભંગના મામલામાં કાર્યવાહી કરવામાં આવી છે.