શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (09:28 IST)

બહેનપણીના માનીતા ભાઈએ નોકરીની લાલચે કાપોદ્રાની હોટલમાં બોલાવી દુષ્કર્મનો વીડિયો ઉતાર્યો

સુરતના કાપોદ્રામાં 31 વર્ષીય પરિણીતાને જોબ અપાવવાના બહાને હોટલમાં બોલાવીને નરાધમે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

કાપોદ્રા પોલીસના જણાવ્યા અનુસાર, નાના વરાછામાં 31 વર્ષીય રૂપાલી(નામ બદલ્યું છે)પરિવાર સાથે રહે છે. પરિવારમાં પતિ ઉપરાંત 2 દીકરીઓ છે.પતિ રત્ન કલાકાર છે. 2 વર્ષ પહેલા રૂપાલી એક નર્સરીમાં નોકરી કરતી હતી. કોરોનામાં નર્સરી બંધ થતા બેકાર થઈ હતી. બહેનપણીને વાત કરતાં તેણીએ માનેલા ભાઈ પારસ ઝાલાવડિયા(રહે,સરથાણા જકાતનાકા)નો નંબર આપ્યો હતો. તેથી રૂપાલીએ પારસને નોકરી માટે વાત કરી હતી. પારસે રૂપાલીને કહ્યું કે ડી.આર.વર્લ્ડમાં એક નોકરી છે એવું કહીને પારસ રૂપાલીને WOW હોટલ લઈ ગયો હતો. ત્યાં એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે. બાદમાં ચપ્પુ બતાવીને તારી બંને દીકરીઓના ગળા કાપી નાખીશ એવી ધમકી આપીને રૂપાલીના મોઢામાં રૂમાલનો ડુચો મારીને તેના પર બળાત્કાર કરી તેનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોના આધારે WOW હોટલ અને યોગીચોક પાસેની નેક્સેસ હોટલમાં બોલાવીને વારંવાર બળાત્કાર કર્યો હતો.

ત્રસ્ત રૂપાલીએ પતિને વાત કર્યા બાદ પારસ વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોધાવી છે. 6 નવેમ્બર 2021ના રોજ રૂપાલીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. 10 જાન્યુઆરીના રોજ પારસે રૂપાલીને ફોન કરીને સાથે આવવા બોલાવતો હતો. રૂપાલીએ સાથે આવવાની ના પાડતા પારસે તેની દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી. તેથી બે મહિનાની દીકરીને લઈને પારસ સાથે ગઈ હતી. પારસ તેને WOW હોટલ લઈ જઈ ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો.