ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 માર્ચ 2022 (10:55 IST)

ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થીઓએ કહ્યું તૈયારી કરી છે રિઝલ્ટ પણ જબરદસ્ત આવશે

ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે જેમાં 14.98 લાખ વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી પરીક્ષા અપવાના છે.અમદાવાદમાંથી પણ 1,73,142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.અમદાવાદ તમામ કેન્દ્રો પરીક્ષા માટે તૈયાર છે.2 વર્ષ બાદ આજે પરીક્ષા યોજાશે.પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું ચેકીંગ કરવામાં આવશે.

કેન્દ્ર પર પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થી પોતાના સાથે કોઈ સાહિત્ય કે કાપલી લઈને આવ્યા હોય તો અંતિમ સમયે પણ તેમાં મૂકી શકે. બીજી બાજુ વડોદરામાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે આવકારવામાં આવ્યા હતાં.ધોરણ 10 બોર્ડની પરીક્ષાની શરૂઆતમાં આજે પહેલું પેપર ભાષાનું છે. પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને પોતાની બેઠક વ્યવસ્થા ક્યા બ્લોકમાં છે તે સુનિશ્ચિત કરી રહ્યા છે. પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળી રહ્યા છે. રાજકોટમાં આજે પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નર્વસનેસ જોવા મળતી હતી. આજે પ્રથમ દિવસે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બાળકોને આશ્વાસન આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ રૈયા રોડ પર આવેલ ન્યુએરા સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષાર્થીઓને રૂબરૂમાં શુભેચ્છા પાઠવી પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું.વડોદરાથી ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરાયું હતું. સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી.સુરતના ધોરણ-10 અને 12ના 1.47 લાખ વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરવાની સાથે હાથમાં સેનિટાઈઝરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી.​​​​​​​