શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 માર્ચ 2022 (13:16 IST)

ધો.૧૨ સાયન્સ,સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષાની હૉલ ટીકિટ જાહેર

ધો.૧૨ સાયન્સ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાની હૉલ ટીકિટ આજે બોર્ડ દ્વારા જાહેર કરી દેવાઈ છે. સ્કૂલોએ ઓનલાઈન હૉલ ટીકિટ ડાઉનલોડ કર્યા બાદ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે.

૧૨ સાયન્સ અને સા.પ્ર.ના પ્રાયોગિક વિષયોના માર્કસ ૨૬મી સુધીમાં ઓનલાઈન સબમીટ કરવા સ્કૂલોને સૂચના અપાઈ છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા આગામી ૨૮મી માર્ચથી શરૃ થઈ રહી છે ત્યારે આજે બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સ અને જનરલ સ્ટ્રીમની પરીક્ષાની હૉલ ટીકિટ ઓનલાઈન જાહેર કરી દેવાઈ છે.બોર્ડે તમામ સ્કૂલોને ઓનલાઈન હૉલ ટીકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં ભરેલી વિષયો અને માધ્યમની વિગતોની ખરાઈ કર્યા બાદ વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી અને પરીક્ષાર્થી તેમજ  વર્ગ શિક્ષકની સહી કરી આચાર્યના સહી સિક્કા કર્યા બાદ જ આપવાની રહેશે.

આ ઉપરાંત બોર્ડની પરીક્ષાલક્ષી સૂચનાઓ રીસિપ્ટ પાછળના ભાગે પ્રિન્ટ કરી તેમાં સહી કરી ફરજીયાત આપવાની રહેશે. ધો.૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહમા કમ્પ્યુટર સહિતના જે પ્રાયોગિક વિષયોની પરીક્ષા સ્કૂલ કક્ષાએથી લેવામા આવે છે તેના માર્કસ સ્કૂલે બોર્ડમાં ઓનલાઈન જમા કરવાના હોય છે. બોર્ડે તમામ સ્કૂલોને ૨૬મી સુધીમાં માર્કસ ઓનલાઈન સબમીટ કરી દેવા સૂચના આપી છે.

બોર્ડેની  તૈયારી
 
- રાજ્યના સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર શાંતિથી પરીક્ષા યોજાય તે માટે CCTV  કેમેરા, 
- પોલીસ બંદોબસ્ત સહિત પૂરતી વ્યવસ્થા કરાઇ 
- પરીક્ષામાં ગેરરીતિ કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા, 
- પરીક્ષા કેન્દ્રની માન્યતા રદ કરવાની સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.
- પરીક્ષા કેન્દ્રો પર પેપર ફૂટી જવાની ખોટી અફવાઓ સામે કડક હાથે કામ લઇને આ પ્રકારની ઘટનાની - - - -તાત્કાલિક તપાસ કરી યોગ્ય સ્પષ્ટતા કરવાની રહેશે.  
-ગેરરીતિ અટકાવવા તમામ ૧૬૨૫ પરીક્ષા કેન્દ્રો CCTV સહિતની વ્યવસ્થાથી સજજ 
-વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને પરીક્ષાના ડરથી તણાવમુ્ક્ત રાખવા પોલીસ દ્વારા અમલી ‘‘જીવન આસ્થા હેલ્પલાઇન’’નો વ્યાપ વધારવામાં આવશે.