મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 જાન્યુઆરી 2022 (17:20 IST)

ગાંધીધામ પાસે રિક્ષા પર ટ્રક ફરી વળતા એક મહિલાનું મોત,

ક્ચ્છના ગાંધીધામમાં રિક્ષા પર ટ્રક ફરી વળતા એક મહિલાનું મોત, આજે સોમવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ ઝોન તરફ જતી એક ટ્રક છકડો રિક્ષા ઉપર ચડી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 65 વર્ષીય ગંગાબેન કરશનભાઇ શ્રીમાળી નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જેસીબી વડે ટ્રકને ઉપાડી રિક્ષામાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યાં
 
 જ્યારે 40 વર્ષીય રીક્ષા ચાલક અનવર આમદ કુંભારને 
 
ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ લોકોને ઉપસ્થિત લોકોએ જેસીબીની મદદ વડે બહાર 
 
લાવી 108 એમબ્યુલન્સ મારફતે ઈલાજ માટે ખસેડાયા છે.