આજે લાભ પાંચમના શુભ મુહુર્તમાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા BJPના તમામ 8 ધારાસભ્યોની શપથવિધિ
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ આઠ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે આજે રોજ નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. રાજ્યમાં તમામ ધારાસભ્યો આજે વિધિવત રીતે શપથ ગ્રહણ કરશે. ત્યારે આ મામલે સત્તાધારી પશ્રના પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું કે જીવલેણ મહામારીના કારણે શપથ ગ્રહણ વીધીમાં માત્ર મર્યાદિત સભ્યો હાજર રહેશે.
નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યો જેમાં જેવી કાકડિયા, વિજય પટેલ,જીતું ચૌધરી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા,આત્મારામ પરમાર,અક્ષય પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય થયો હતો.જે આજે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગર ખાતે ભાજપના નવા ચૂંટાયેલા 8 ધારાસભ્યોની શપથવિધિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના ધારાસભ્યોની શપથવિધિ સમારોહ યોજાશે. વિધાનસભા સંકુલના ચોથા માળે આ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદિપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે જ ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપની સંખ્યા વધીને 111 પહોંચશે.