શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ઑગસ્ટ 2019 (12:19 IST)

અમદાવાદ પોલીસનું જાહેરનામું પાંચ ફૂટથી ઊંચી પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ

ગણેશોત્સવને હવે જ્યારે ગણતરીનાં દિવસ બાકી છે અને ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ બનીને તૈયાર થઇ ગઇ છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા મહત્ત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામું ૧૨ સપ્ટેમ્બર ગણેશ વિસર્જન અંગે બાર પાડવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યુ હતુ જેમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓ બેઠક સાથે પાંચ ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઇએ. અને માટીની મૂર્તિનું જ ભક્તએ સ્થાપન કરવાની સૂચના આપવામાં આવી હતી. અને માટી મૂર્તિ પણ નવ ફૂટથી ઊંચી ન હોવી જોઇએ. આ જાહેરનામાંથી ગણેશજીની મૂર્તિઓ બનાવનાર અને વેપારીઓએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે હવે છેલ્લી ઘડીએ જાહેરનામું બહાર પાડે તો તેમણે શું કરવું, કારણ કે તેમનું આખા વર્ષનું ગુજરાન આ મૂર્તિઓની બનાવટ અને તેનાં વેચાણ પર જ ટકેલું હોય છે. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ દ્વારા જાહેરનામું આપવા પાછળનું ખાસ કારણ એ છે કે, પીઓપી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળતી નથી. તેમ જ પીઓપીની મૂર્તિ બનાવવામાં કેમિકલયુક્ત કલરનો ઉપયોગ થાય છે જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. આ પહેલી વખત નથી આ પહેલાં પણ ઘણી વખત પીઓપીની મૂર્તિનો ઉપયોગ ન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવી ચુક્યું છે એટલું જ નહીં આ મુદ્દો પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.