મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2017 (16:03 IST)

સુરતમાં અત્યાધુનિક ગૌધામ માટે 3 કલાકમાં 21 કરોડનું દાન મળ્યું

સૌરાષ્ટ્રના ગારીયાધાર પાસે આવેલા પરવડી ગામમાં બનનારા ગૌધામ માટે સુરતમાંથી દાનનો અવિરત ધોધ વહ્યો હતો.  કથાકાર રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતીમાં અને અનુભાઈ તેજાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા નામકરણના કાર્યક્રમમાં ઉદાર હાથે સુરત-મુંબઈના ઉદ્યોગપતિઓએ  અંદાજે 21 કરોડ રૂપિયાથી વધુનું દાન કર્યું હતું.  ગારીયાધાર-પરવડી રોડ ખાતે વર્ષોથી અશક્ત, બીમાર અને ત્યજાયેલી ગાયોની સેવા કરતી ગૌ શાળા હતી. આ ગૌશાળાનું નવીનીકરણ કરવા માટે પ્રવિણભાઈ ખૈનીના અધ્યક્ષસ્થાને બનેલા ટ્રસ્ટ દ્વારા ગોધામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.  સુરત- મુંબઈમાં સહિત પરદેશમાં વસતા ઉદ્યોગપતિઓની સાથે નાના મોટા સૌ કોઈએ ઉદાર હાથે દાન કર્યું હતું. જેમાં 6 કરોડ 11 લાખનું દાન માધવજીભાઈ પટેલ લેન્ડમાર્ક દ્વારા નામકરણ માટે આપવામાં આવ્યું હતું. કથાકાર રમેશભાઈ ઓઝાએ 11 લાખનું દાન કર્યું હતું.