મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 23 જુલાઈ 2021 (10:50 IST)

Geeta Rabari- લોકગાયિકા ગીતા રબારીની ધરપકડ પર હાઇકોર્ટનો સ્ટે

લોકગાયિકા ગીતા રબારી સામે કચ્છ જિલ્લાના પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં આગામી સુનાવણી સુધી ધરપકડ ન કરવા ગુજરાત હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. ગત જૂન માસમાં કચ્છના રેલડી મોટી ગામના લકી ફાર્મ હાઉસમાં ગીતા રબારીનો એક કાર્યક્રમો યોજાયો હતો. લોકડાઉનના નિયમભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતોએ તે સમયે ખારેકના પાકની લણણી કરી હતી અને તેની ઉજવણીના ભાગરૃપે ગીતા રબારીએ હાજરી આપી હતી. જેમાં કોઇ પ્રકારના નિયમનો ભંગ થયો નથી. અરજદાર જાણીતી વ્યક્તિ છે તેથી તેને હેરાન કરવા આ ફરિયાદ નોંધાઇ છે. આ એફ.આઇ.આર. દ્વારા કાયદાકીયો પ્રક્રિયાનો દુરૃપયોગ થયો હોવાથી તેને રદ કરવામા આવે.