શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 22 જુલાઈ 2021 (09:34 IST)

Earthquake News: રાજસ્થાનમાં ફરી ધરતી ધૂજી, બીકાનેરમાં આજે પણ ભૂંકપન આંચકા લોકો ડર્યા

રાજસ્થાનની ધરતી બે દિવસોમાં બે વાર ધૂંજી છે. રાજસ્થાનાના બીકાનેરમાં એક વાર ફરીથી ભૂકંપના આંચકા અનુભવાય છે. જે પછી ત્યાંના લોકો ડરી ગયા છે. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી મુજબ રાજસ્થાનના બીકાનેરમાં આજે સવારે 7.42 આવ્યુ. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. તેનાથી બુધવારે પણ બીકાનેરનાં જ ભૂકંપના આંચકા અનુભવાયા હાતા. જેની તીવ્રતા આજના કરતા વધારે હતી. અત્યારે આજના ભૂકંપથી નુકશાનની ખબર નથી.  
 
ભૂકંપના આવતા શું કરવું?
 
- જો તમે ભૂકંપના સમયે ઘરમાં છો, તો ફ્લોર પર બેસવાનો પ્રયાસ કરો.
અથવા જો તમારા ઘરમાં કોઈ ટેબલ અથવા ફર્નિચર છે, તો તેની નીચે બેસો અને તમારા માથાને તમારા હાથથી ઢાંકી દો.
- ધરતીકંપ દરમિયાન મકાનની અંદર જ રહો અને આંચકા બંધ થયા પછી જ બહાર જશો.
- ધરતીકંપ દરમિયાન, ઘરના તમામ પાવર સ્વીચો બંધ કરો.
 
ભૂકંપ આવે ત્યારે શું ન કરવું?
ભૂકંપ દરમિયાન ભૂલીને પણ લિફ્ટનો ઉપયોગ ન કરવું.
જો તમે ભૂકંપ દરમિયાન ઘરમાં છો, તો દરવાજા, બારી અને દિવાલોથી દૂર રહો.
જો તમે ભૂકંપ દરમિયાન ઘરે હોવ તો બહાર ન જશો. તમે જ્યાં છો ત્યાં પોતાને બચાવવા પ્રયત્ન કરો.
જો તમે ભૂકંપ દરમિયાન ઘરની બહાર હો, તોઉંચી ઇમારતો અને ઇલેક્ટ્રિક પોલ્સથી દૂર રહેવાનો પ્રયાસ કરો.