શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 21 જુલાઈ 2021 (20:01 IST)

Hungama 2 Song Out: શિલ્પા શેટ્ટીનો ગીત "હંગામો હો ગયા" રીલીઝ પરેશ રાવલે પણ કર્યુ ડાંસ

રાજ કુંદ્રાની ધરપકડ પછી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પર્સનલ લાઈફ ચર્ચાઓમાં છે. તે આ વચ્ચે તેમની આવનારી ફિલ્મ હંગામા 2 ની રીલીઝની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં આ ફિલ્મનો ટાઈટલ "હંગામો હો ગયા" Hungama Ho Gaya) રિલીઝ કર્યો છે. જેમાં શિલ્પાનો ગ્લેમરસ અવતાર જોવાઈ રહ્યો છે અને પરેશ રાવલનો પણ ધમાકેદાર ડાંસ લોકોને ખૂબ પસંદ આવી રહ્યુ છે. તેનાથી પહેલા પણ શિલ્પા અને મીજાન જાફરીનો એક ગીત સામે આવ્યુ છે. જે લોકોને ખૂબ પસંદ કર્યુ હતું. 
ધમાકેદાર ગીત 
મીજાન જાફરી શિલ્પા શેટ્તી પરેશ રાવલ સ્ટારર ફિલ્મ "હંગામા 2" ને લઈને ખૂબ એક્સાઈટેડ છે. ડાયરેક્ટર પ્રિયદર્શનની આ ફિલ્મ શિલ્પાની કમબેક ગણાઈ રહી છે. તેનો ટ્રેલર ખૂબ પસંદ કરાયુ હતું. તેમજ હવે એક પછી એક આ ફિલ્મના ગીત રીલીઝ કરાઈ રહ્યા છે. ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી પછી હવે ફિલ્મનો ટાઈટલ સૉંગ  "હંગામો હો ગયા" Hungama Ho Gaya) રિલીઝ કર્યો છે. આ ગીતમાં પણ શિલ્પા અને મીઝાના ગલેમરસ ઠુમકા જોવા મળી રહ્યા છે અને તેની સાથે જ પરેશ રાવલએ પણ ડાંસ કર્યુ છે.