શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 નવેમ્બર 2023 (11:06 IST)

ઠંડીથી ઠૂંઠવાઈ જવાની તૈયારી શરૂ કરી લો, જાણો શું કહે છે અંબાલાલની આગાહી

દિવાળીના તહેવારની સાથે જ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસા બાદ ઠંડીની આગાહી આવી ગઈ છે.   અંબાલાલની હવામાન આગાહી પ્રમાણે 14 થી 16 નવેમ્બર સુધી ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ આ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. 
 
એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા જશે અને તેના પરિણામે રાજ્યમાં 22 ડિસેમ્બરથી ઠંડીનો માહોલ શરૂ થશે ખાસ જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે.
 
ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે. 24 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ થી 7 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન જવાની શક્યતા છે.