શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2023 (10:37 IST)

Gujarat Rain update- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ

rain in dwarka
અંબાલાલ પટેલે ગુજરાતમાં 30 દિવસ સુધી ભારે વરસાદ - હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22થી 29 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે.
 
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો તેમજ જૂનાગઢમાં અને નવસારીમાં આભ ફાટ્યું હોવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ, ભાવનગર, ભરુચ અમરેલી, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
આ સાથે જ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમા ભાવનગર, રાજકોટ, દ્વારકા અને વલસાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ આગામી 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે.