મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 29 જૂન 2023 (09:59 IST)

ભારેથી અતિભારે વરસાદની આગાહી: 5 જિલ્લામાં આજે એલર્ટ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે

rain ahmedabad
29 જૂનઃ સુરત, વલસાડ, નવસારી, ભરુચ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને જામગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દ્વારકા અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી અને ભરૂચમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
 
 
રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 136 તાલુકામાં વરસાદ
સૌથી વધુ સુરતના કામરેજમાં 5.5 ઈંચ વરસાદ
7 તાલુકામાં 3 ઈંચ કે તેથી વધુ વરસાદ
20 તાલુકામાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદ
40 તાલુકામાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ
 
30 જૂનઃ સુરત, નવસારી, વલસાડ અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ભરુચ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે.