ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2023 (08:55 IST)

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ- આગામી 48 કલાક ગુજરાત માટે ભારે: ભારે વરસાદથી પાંચ ગામનો સંપર્ક તૂટ્યો

ભારે વરસાદથી પાંચ ગામનો સંપર્ક તૂટ્યો
રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખબક્યો છે. જસદણ, આટકોટ, વિરનગર, લીલાપુર, પાલરપર, કોઠી, જીવાપર, પાંચવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
જૂનાગઢમાં સૌથી વધુ 259 મી.મી વરસાદ
 
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. ત્યારે ગઈકાલે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે વહેલી સવાર સુધીમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા જૂનાગઢમાં સૌથી વધુ 259 મી.મી વરસાદ નોંધાયો હતો. આ સાથે સુરતના મહૂવામાં 186 મી.મી વરસાદ નોંધાયો હતો જ્યારે તાપીના વાલોદમાં 175 મી.મી અને ગીર સોમનાથનાં સુત્રાપાડામાં 154 મી.મી. વરસાદ નોંધાયો છે. 
 
ગઈકાલે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો
 
ગઈકાલે રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ હતું અને સવારે 10 વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં ભારે વરસાત વરસ્યો હતો. જેના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે નરોડા, નવા નરોડા, નિકોલ, કૃષ્ણનગર, સૈજપુર, મેસ્કો, શિવરંજની, શ્યામલ, સેટેલાઈટ, વસ્ત્રાપુર તેમજ એસજી હાઈવે પર વરસાદ વરસ્યો હતો જેના પગલે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો હતો. શહેરમાં પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.