ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (12:15 IST)

દલખાણિયા રેન્જમાં વધુ બે સિંહોના મોતઃ ઝેર આપીને સિંહોને મારી નાખવામાં આવ્યા હોવાની સ્થાનિકોમાં રાવ

ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જ સિંહો માટે દોઝખ બન્યો હોય તેમ એક સપ્તાહમાં ૧૧ સિંહોના મોત પછી જાગેલું જંગલખાતું, કેન્દ્ર અને રાજ્યસરકાર સોમવારે ૧૬ અભ્યારણોમાં સિંહનું સ્કેનીંગ રેસ્ક્યુ શરૂ કર્યું છે. આ સંજોગોમાં જ્યાં ૧૧ સિંહોના મોત થયા તે જ રેન્જમાં વધુ બે સિંહોના મોત થતાં મૃત્યું આંક ૧3એ પહોંચતા સિંહપ્રેમીઓમાં વનવિભાગની સામે અનેક પ્રશ્નો સાથે દુ:ખનું મોજું ફેલાયું છે.  

પ્રાપ્ત વિગત અનુસાર ધારી ગીર પૂર્વના દલખાણીયા એક રેન્જમાં સિંહોના ટપોટપ મોત નિપજવાના સિલસિલો યથાવત વધુ બે સિંહોના સોમવારે મોત મૃત્યુ આંક 13 પર પહોચ્યો છે. હાલમાં ગીર પુર્વનાં દલખાણીયાના રેન્જનાં વિસ્તારને પ્રાથમિકતા આપીને આઠ જેટલી ટીમો દ્વારા ૮૦૦૦ હેકટરથી વધારે વિસ્તારનાં અંતરીયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમ્યાન એક ત્રણ થી ચાર વર્ષની એક સિંહણ બિમાર અવસ્થામાં સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવેલ અને તેને સારવાર અર્થે નિરિક્ષણમાં રાખવામાં આવેલ પરંતુ સારવાર આપતા પહેલા જ તેનું મૃત્યુ થયું. 

મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મળેલી. જેના ઉપરથી જાણવા મળેલ કે આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં બિમાર હતી. અને તેને સારવાર આપવામાં આવેલ હતી. સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવેલ છે. જે વિસ્તારમાં ૧૧ સિંહોના મૃત્યુ જોવા મળેલ એ વિસ્તારમાં રવિવારે સ્ટાફ દ્વારા પાંચ થી છ માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં આવ્યું. જેને રવિવારે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવી પરંતુ સોમવારે સવારે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ છે. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવી રહ્યા છે.
જસાધાર રેન્જમાં 3 સિંહો સારવારમાં હતા જેમાંથી એક સિંહબાળનું મોત નિપજતા હજુ બે સિંહ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવારમાં હોવાથી અને તેમની તબિયત નાજુક હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે. ત્યારે વન વિભાગ મગનું નામ મરી પાડતું ન હોય અને કોઈ કર્મચારી કે જવાબદારો સામે પગલાં ન ભરાતા હોય અને આખીય ઘટના પર ઢાક પીછોડો કરી અને સિંહોના મોત ઇનફાઈટમાં ખપાવી દેવામાં વન વિભાગ માહિર રહ્યું છે.