1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (12:46 IST)

પતંગના રસિયાઓ જાણી લો એક ક્લિકમાં ઉતરાયણ પર્વ પર કેવો રહેશે પવન

Weather on makar sankranti
- પતંગ રસિકો માટે ખુશીના સમાચાર 
- હવામાન નિષ્ણાંત અંબાલાલ દા. પટેલ દ્વારા આગાહી 
- ઉત્તરાયણના દિવસે સારો પવન રહે્વાના સંકેત
Weather on makar sankranti
ગુજરાતમાં વરસાદની શકયતા નહિવત છે. જેમાં ઉતરાયણ પર્વ પર ફરી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે સારો પવન રહે્વાના સંકેત છે. તેમજ વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ધીમી રહેશે. અને મોટાભાગના વિસ્તારમાં 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તથા પવનન ગતિમાં અનેક વિસ્તારોમાં વધારો રહેશે.

મોટાભાગના વિસ્તારમાં પ્રતિકલાકે 10થી 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. 15મી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ઘટશે. હવામાન નિષ્ણાંત દ્વારા પતંગ રસિકો માટે ખુશીના સમાચાર આપ્યાં છે. ઉતરાયણના દિવસે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પ્રતિ કલાકે 10થી 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જોકે બીજા દિવસે વાસી ઉતરાયણમાં પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકે 2થી 10 કિ.મી. રહેવાના હવામાન નિષ્ણાંત અંબાલાલ દા. પટેલ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તેમણે જણાવ્યું હતુ કે,જાન્યુઆરી-2024ની ઉતરાયણનું અનુમાન કરતાં કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે 16 કિમીની આસપાસ રહેવાની શક્યતા છે.આંચકાના પવનની ગતિ વધી શકે છે. પવન ઈશાન બાજુમાં રહેવાની શક્યતાઓ છે. દિવસ દરમિયાન પવન ફરતો રહી શકે છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જુનાગઢ, જામનગરમાં પવનની ગતિ પ્રતિ કલાકે 12 કિ.મીની આસપાસ રહેશે. રાજકોટમાં થોડી વધુ રહી શકે. કેટલાક ભાગોમાં સાંજે પવનનુ જોર ઘટી શકે, રાત્રે થોડો વધી શકે. આંચકાના પવનના જોર અંગે જોઈએ તો અમદાવાદ, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સવારે આશરે પ્રતિ કલાકે 13 કિ.મી., બપોરે 20થી 23 કિ.મી. તેમજ સાંજે 10 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ શકે. પોરબંદર, વેરાવળ, મહુવામાં પ્રતિ કલાકે 18 કિ.મી.ની આસપાસ પવન ફૂંકાશે.