શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 માર્ચ 2018 (10:15 IST)

પેટ્રોલિયમ પેદાશોને GSTમાં સમાવેશને લઇને નાણાપ્રધાન નીતિન પટેલનું નિવેદન

પેટ્રોલિયમ પેદાશોને GSTમાં સમાવવાના મુદ્દે રાજ્યના ડેપ્યુટી સીએમ નિતીન પટેલે નિવેદન આપ્યું છે. રાજ્યના નાણામંત્રી નિતીન પટેલે પેટ્રોલિયમ પેદાશોને GSTમાં સમાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. નાણાપ્રધાન નિતીન પટેલે જણાવ્યું કે, પેટ્રોલિયમ પેદાશોને જો GSTમાં સમાવવામાં કરવામાં આવે તો તે નુકસાનીનો ધંધો કહેવાય. GSTમાં સમાવેશ કરવાથી તેનો 50% હિસ્સો કેદ્રના ફાળે જતો રહેશે. જો એમ થાય તો પછી રાજ્યને કોઈ ફાયદો નહીં થાય.

વળી કેન્દ્ર સરકાર એકસાઈઝ ડયૂટી ના ઘટાડે ત્યાં સુધી પટ્રોલ, ડિઝલનો ભાવ ઘટી શકે નહીં. જેના માટે કોઈ ચોઇસ ફોર્મ્યૂલા કેન્દ્ર સરકાર કે GST કાઉન્સિલમાં મૂકવામાં આવ્યા બાદ વિચારણા કરી શકાય. જો કે, દેશના તમામ રાજ્યોએ પેટ્રોલિયમ પેદાશોને GSTમાં સમાવેશ ના કરવાનો નિર્ણય લીધો છે. મહત્વની વાત છે કે પેટ્રોલિયમ પેદાશો પર ઓછામાં ઓછો ટેકસ ગુજરાતમાં છે. આખરે પેટ્રોલ ડિઝલ પરના ટેકસ ઘટાડવાની વિપક્ષની માગ નીતિન પટેલે ફગાવી હતી.