1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ઑગસ્ટ 2018 (15:10 IST)

બુલડોઝર ફરવાથી આશરો છીનવાઈ જવાના ડરને લીધે મહિલાનું હાર્ટએટેક આવતાં મોત નિપજ્યું

ગેરકાયદે દબાણો અને આડેધડ પાર્કિગની સમસ્યા દુર કરવા માટે એક પછી એક અનેક વિસ્તારોમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા મોટી પાયે ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આજે વહેલી સવારેથી લાલદરવાજા, ભઢીયાર ગલી, પાનકોરનાકા, ભદ્ર વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હટાવવા તેમજ ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ડીટેઇન કરવાની ઝુબેશ શરુ કરવામાં આવી હતી. જ્યારે સરખેજ, દાણીલીમડા, મેધાણીનગર, કુબેરનગર વિસ્તારોમાં પણ મોટા પાયે ઓપરેશન ડીમોલેશન ચાલી રહ્યુ છે. સમગ્ર ડીમોલેશનમાં 6 ડીસીપી, 8 એસીપી, 20 કરતા વઘુ પીઆઇ અને 250 કરતા વઘુ પોલીસ કર્મચારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જોડાયા છે. ડિમૉલિશન અને ટ્રાફિક ઝૂંબેશના પડઘાથી હવે લોકોમાં ભયનો માહોલ બનેલો છે. આજે અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. પોલીસની રિક્વરી વાન જ્યારે વાહન હટાવવા ગઇ ત્યારે આ ઘટના બની હતી આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રાણીપ વિસ્તારમાં દબાણ અને ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દબાણ હટાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન શાક માર્કેટમાં કેટલાક અડચણરૂપ વાહનને હટાવવા માટે જ્યારે ક્રેન સહિત બુલડોઝરના ડરથી લોકો ભાગવા લાગ્યા હતા. તે દરમિયાન ભાગદોડમાં એક મહિલાને ડરથી હાર્ટ એટેક આવતા ત્યાં જ મોત થઇ ગયું હતું.