સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (11:41 IST)

ગુજરાત ATS જળસીમામાંથી આશરે 250 કરોડનું 50 કિલો હેરોઇન ઝડપાયુ, 7 ઈરાની નાગરિકોની ધરપકડ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ભારતીય જળસીમામાંથી 50 કિલો હેરોઈન ઝડપાયું. આ સાથે 7 ઈરાની નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડની પક્કડમાં આવેલા તમામ નાગરિક ફિશીંગ બોટમાં હેરોઈનની હેરાફેરી કરતા હતાં. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં આશરે 250 કરોડનું હેરોઈન ઝડપાયું છે.ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા મોટું ઓપરેશન
ભારતીય જળસીમામાંથી ઝડપ્યું 50 કિલો હેરોઈન
7 ઈરાની નાગરિકોની કરાઇ ધરપકડ
ઓપરેશનમાં આશરે 250 કરોડનું હેરોઈન ઝડપાયું