સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (14:59 IST)

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ડ્રગ્સ રેકેટના માફિયા મુનાફ મુસાને પાસપોર્ટ સાથે ઝડપ્યો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને મોટી સફળતા મળી છે. ATSએ મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ રેકેટનો માફિયા મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે ઝડપી પાડ્યો હતો. . રૂ.1500 કરોડના ડ્રગ્સ કેસનો તે મુખ્ય સંદિગ્ધ છે. એટલું જ નહીં, મુનાફ મુસા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે. તે 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે. તે પાકિસ્તાની પાસપોર્ટ પર ટ્રાવેલ કરતો હતો. આ મામલે વધારે માહિતી 3 વાગ્યે ગુજરાત એટીએસ પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે.
 
નોંધનીય છે કે, એટીએસે ઝડપેલા ડ્રગ રેકેટનો મુનાફ મુસા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે. 
 
2018ના અંતમાં જામનગર પાસેથી 1500 કરોડનો હેરોઈનનો જથ્થો ગુજરાત ATS દ્વારા જપ્ત કરાયો હતો. જેમાં અઝીઝ અને રફીફ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાતના દરિયાકાંઠે ઉતારી ઉંઝાથી જીરૂ અને મસાલાના ટ્રકોમાં છુપાવી પંજાબમાં સપ્લાય કરવાનો હતો. પણ તે અગાઉ જ એટીએસ દ્વારા આ ડ્રગ્સ રેકેટને દબોચી લેવામાં આવ્યું હતું.