બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (09:26 IST)

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા કેન્દ્રોમા મોબાઇલ ફોન તથા ઇલેકટ્રોનિકસ ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા પોરબંદર જિલ્લામા આગામી તા.૧૫ જુલાઇથી તા.૨૬ જુલાઇ દરમિયાન ધો.૧૦ની તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તથા તા.૧૫ જુલાઇથી તા.૨૬ જુલાઇ દરમિયાન ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ખાનગી રીપીટર પૃથ્થક વિધાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષા દરમ્યા ન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી  વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.
 
આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો મોબાઇલ ફોન તથા ઇલેકટ્રનિકસ ઉપકરણો દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઇલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસીક પરિતાપ થવાની સંભાવના રહે છે. 
 
જેથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧)(એફ) મુજબ પોરબંદર અધિક જિલ્લાત મેજીસ્ટ્રેટ એમ.કે.જોષીએ પોરબંદરમાં પરીક્ષા માટે નક્કી કરાયેલા તમામ પરીક્ષા કેન્દ્વોની આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમા ફોટોસ્ટેટ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ પરીક્ષાની તારીખ અને સમય દરમિયાન ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહી. તથા મોબાઇલ ફોન તથા કોઇપણ ઇલેકટ્રોનિકસ ઉપકરણો પરીક્ષાખંડમાં ન લઇ જવા એક હુકમથી જણાવવામાં આવ્યું છે.