રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 જુલાઈ 2021 (21:28 IST)

હવામાન વિભાગની આગાહી, 9 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 9 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. ઘણા દિવસોથી રાજ્યના ખેડૂતો વરસાદની કાગ ડોળે રાહ વજોઈને બેઠા હતા ત્યારે હવામાન વિભાગે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યાં છે, 10 જુલાઈથી વરસાદી માહોલ બનશે રાજ્યના હવામાન વિભા રાજયમાં રવિવારથી જ વરસાદની તીવ્રતા વધશે તેવું જણાવ્યું છે. તો આ તરફ 10 જૂલાથી સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે , તેની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ 11 થી 13 જૂલાઈ દરમિયાન સારા વરસાદ પડી શકે, તેવું હવામાન વિભાગે જણાવ્યું છે
 
વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.તથા સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ ઓનલાઇન મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.
 
IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે જયારે તા.11 મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. 
 
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે  7 જુલાઈ સુધીમાં અંદાજીત 40.54 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 40.89  લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 47.39% વાવેતર થયુ છે.
 
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં 1,39,772 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 41.84% છે. રાજયના 206 જળાશયોમાં 2,05,440 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 36.86% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ-૦3 જળાશય, તેમજ વોર્નીગ ઉ૫ર કુલ 05 જળાશય છે.