સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 જુલાઈ 2021 (20:19 IST)

નવા સ્વાસ્થ્ય મનસુખભાઈ માંડવિયાની જૂની ટ્વીટ પર લોકો કરી રહ્યા છે ટ્રોલ, લોકોને બેઠા બેઠા મળી ગયા મનોરંજન મંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટનો વિસ્તાર બુધવારે થયો છે. ઘણા મોટા મંત્રીઓને કાઢવામાં આવ્યા છે. તેમની જગ્યાએ નવા લોકોને મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. હર્ષવર્ધન પાસેથી સ્વાસ્થ્ય મંત્રાલય છિનવીને હવે મનસુખ માંડવીયાને આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમની પાસે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય પણ રહેશે. મનસુખ માંડવીયાની જૂની ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેમણે ખોટી અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો છે.