ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 જુલાઈ 2021 (17:18 IST)

ગાંધીનગરની ભેંસો ગટગટાવી ગઇ દારૂની 100થી વધુ બોટલો અને પછી...

દારૂ એ એક એવી વસ્તુ છે જે માણસોના પેટમાં જાય કે માણસનો ખુદ પર અને જીભ પર કંટ્રોલ જતો રહે છે. પણ તમે વિચાર કરો કે આ જ દારૂ જો જાનવરોના પેટમાં જાય તો તેમને અસર થાય ખરી.. હા ભાઈ હા જાનવરો પર પણ એવી જ અસર થાય છે. આવી જ એક ઘટના ગુજરાતના ગાંધીનગરમા બની છે. અહી તબેલો ચલાવનાર વ્યક્તિએ દારૂની બોટલો પાણીના હવાડામાં છુપાવીને રાખી હતી. કોઈક કારણોસર પાણીમાં દારૂની બોટલો ખુલી ગઈ અને તેનો દારૂ પાણીમાં મિક્સ થઈ ગયો. આ દરમિયાન જેટલી ભેંસો ત્યાં પાણી પીવા આવી હતી, તે બધી ભેંસોએ પાણીમાં મિક્સ થયેલો દારૂ પી લીધો હતો.  
 
પાણી પીધા બાદ, ઘણી ભેંસો બેકાબુ થઈને કુદવા લાગી. કારણકે તે દારૂના નશામાં ધૂત હતી. દારૂની અસરથી બે ભેંસો બીમાર થઇ ગઈ હતી. ભેંસોની એટલી ખરાબ હાલત જોઈને માલિકે પશુઓના ડૉક્ટરને બોલાવ્યો હતો. ડૉક્ટર જયારે તબેલામાં પહોંચ્યો ત્યારે હવાડામાં પાણીનો કલર જોઈને તે ચોંકી ગયો. કારણકે પાણીનો કલર બદલાયેલો હતો અને તેમાંથી ખરાબ સ્મેલ આવી રહી હતી. જયારે તબેલાના માલિકને પાણીના બદલાયેલા રંગ વિષે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, વૃક્ષના પાંદડાઓ અને છોડ પાણીમાં પડી જવાથી તેવું બન્યું છે.
 
ઉલ્લેખનીય છે કે  ભેંસના માલિકે ગમાણમાં મોટી માત્રમાં દારૂ છુપાવ્યો હતો. ભેંસો દારૂના નશામાં ધુત છે તેવા સમાચાર મળતા પોલીસે ગમાણ પર દરોડા પાડ્યા હતા. પોલીસે માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને દારૂની 101 બોટલો જપ્ત કરવામાં આવી હતી.