શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 8 જુલાઈ 2021 (18:21 IST)

30 વર્ષ પછી જ્યોતિરાદિત્ય સિંઘિયાને મળ્યુ એ મંત્રાલય જેની જવાબદારી એક સમયે તેમના પિતા સાચવતા હતા

કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા પછી વરિષ્ઠ નેતા જ્યોતિરાધિત્ય સિંઘિયાને છેવટે મોદી સરકારમાં મોટી જવાબદારી મળી છે. બુઘવારે મંત્રીમંડળ વિસ્તારમાં સિઘિયાને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યુ છે અને તેમને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જવાબદારી મળી છે. રસપ્રદ વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંઘિયાના પિતા માઘવરાવ સિંઘિયાએ પણ 30 વર્ષ પહેલા આ મંત્રાલયને પોતાની સેવાઓ આપી હતી. પીવી નરસિમ્હારાવની સરકારમાં માઘવરાવ સિંઘિયા નાગરિક ઉડ્ડયન મંત્રી હતા અને હવે તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંઘિયા આ મંત્રાલયની જવાબદારી સાચવશે. 
 
બંને મળેલી મુશ્કેલ પરિસ્થિતિમાં મળી જવાબદારી 
 
વિચારવાની વાત છે કે માઘવરાવ સિંઘિયા નરસિમ્હારાવની સરકારમાં વર્ષ 1991થી લઈને 1993 સુધી નાગરિક ઉડ્ડયન મંત્રી રહ્યા હતા. ભારતીય અર્થવ્યવસ્થા માટે તે સમય ખૂબ મહત્વનો માનવામાં આવે છે. કારણ કે દેશ એ સમય ઉદારીકરણના સમયમાથી પસાર થઈ રહ્યો હતો. કંઈક આ જ રીતની પરિસ્થિતિ હાલ પણ છે. આ સમય દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. તમામ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવી છે. ઘરેલુ ઉડાન પણ હાલ સંપૂર્ણ રીતે ચાલી રહી નથી. આવામાં જ્યોતિરાદિત્ય સિંઘિયાને ઉડ્ડયન મંત્રાલયની મોટી જવાબદારી મળી છે.