ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 માર્ચ 2022 (22:45 IST)

ધોરણ 10 તથા ધોરણ- 12 બોર્ડ અને ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય

સરકાર દ્વારા ધોરણ 10 તથા ધોરણ- 12 બોર્ડ અને ધોરણ 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. સરકારે બોર્ડની પરીક્ષામાં ફેરફાર કર્યો હતો. હવે બોર્ડની પરીક્ષા 14ના બદલે 28 માર્ચથી શરૂ થશે. 
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જે મુજબ આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો હતો. રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેના કારણે દિવાળી બાદથી કોરોનાના કેસ વધ્યા હતા. જેથી સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.શૈક્ષણિક વર્ષ-2021-22માં કોવિડ-19 ની પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ તા.15/07/2021થી ધોરણ-12 માં તેમજ તા.26/07/2021 થી ધોરણ-9 થી 11 માં શાળાઓમાં પ્રત્યક્ષ શૈક્ષણિકકાર્ય શરૂ કરવામાં આવેલું હતું. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે તે માટે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરીને આ પરીક્ષાઓ બે અઠવાડિયા જેટલી પાછળ લઇ જવાનો નિર્ણય કરાયો હતો.