ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (14:58 IST)

ગુજરાત વિધાનસભા બજેટ સત્ર, અવ્યવસ્થાને કારણે પત્રકારોનો હલ્લાબોલ

ગુજરાતના લોકોની આશા અને અપેક્ષા વચ્ચે હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજ્યનું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રીએ બજેટ પહેલા જ કહી દીધું હતું કે, આ બજેટ પ્રજાલક્ષી હશે. તેમજ જીએસટીને કારણે બજેટમાં કોઈ વધારાના કરવેરા નહિ હોય તેવી વાતો પણ સામે આવી રહ્યા છે. ત્યારે જોઈ લો નાયબ મુખ્યમંત્રીનું બજેટ કેવું છે. 2018 માટે 183.666 કરોડનું અંદાજપત્ર છે, વેરાકીય આવકમાં 20.92 ટકાનો વધારો થયો છે.

નીતિન પટેલે બજેટ પહેલાની સ્પીચમાં કહ્યું કે, પ્રજાની અપેક્ષાઓ સાથે મળીને પૂરા કરીશું. ટૂંકા ગાળામાં દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે. દેશના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતનો વિશેષ ફાળો રહ્યો છે. સર્વાંગી વિકાસ કરવામાં અમે કોઈ કચાશ રાખી નથી. પાયાના માણસની સુખાકારી માટે અમે કામ કર્યું છે. સરકાર પર જનતાએ ફરીથી વિશ્વાસ મૂક્યો છે. ગૃહમાં અવ્યવસ્થાને કારણે પત્રકારોએ વિરોધ કર્યો હતો. પ્રશ્નોત્તરીકાળ શરૂ થવા છતાં પત્રકારોને પ્રશ્નોત્તરી ન મળતાં તેમણે બજેટ સત્રના કવરેજ માટે બહિષ્કાર કર્યો છે. મામલો ગંભીર બનતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રી કૌશિક પટેલને પત્રકારોને સમજાવવા અનુરોધ કર્યો હતો.