1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (16:20 IST)

Gujarat Bypolls Result Live - ગુજરાત પેટાચૂંટણી પરિણામ, બાયડ અને રાધનપુરમાં ન ચાલ્યું ભાજપનું જોર

રાધનપુર,બાયડ સહિત કુલ છ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આજે મતદારોનો ચુકાદો આવશે. આ પરિણામ બાદ ખબર પડશે કે કોની દિવાળી બગડી અને કોની સુધરી. છ બેઠકો પર મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરી કેન્દ્રોની આસપાસ થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધીમાં પેટાચૂંટણીમાં હારજીતનુ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.ભાજપે તમામ છ બેઠકો પર વિજય હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે
 બેઠક  જીત 
રાધનપુર  કોંગ્રેસ 
બાયડ  કોંગ્રેસ 
થરાડ  કોંગ્રેસ 
અમરાઈવાડી ભાજપ
ખેરાલુ  ભાજપ 
લુણાવાડા  ભાજપ 


- અમરાઇવાડીમાં કોંગ્રેસ આગળ, કોંગ્રેસના ઉમેદવાર 1524 મતથી આગળ
- બાયડમાં 10મો રાઉન્ડ પૂર્ણ, ધવલસિંહની મુશ્કેલીઓ વધી, કોંગ્રેસના ઉમેદવાર 7 હજાર મતથી આગળ
- રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ વધી, 4113 મતોથી કોંગ્રેસના ઉમેદવારથી પાછળ
- રાધનપુરમાં ચોથો રાઉન્ડ પૂર્ણ, કોંગ્રેસના રધુ દેસાઇ 4 હજાર મતોથી પાછળ
- બાયડ અને રાધનપુરમાં ન ચાલ્યું ભાજપનું જોર
- અલ્પેશ ઠાકોર 3000 હજાર મતોથી પાછળ
- રાધનપુરમાં ત્રણ રાઉન્ડની મતગણતરી પૂર્ણ
- રાધનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇ 3000 મતોથી આગળ
- રાધનપુરમાં બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ પડી
- બાયડ બેઠક પર 7 ઉમેદવારો છે.
- ભાજપના ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે કટોકટીનો જંગ છે. 
- રાધનપુરમાં અલ્પેશ ઠાકોર 880 મતોથી પાછળ
- બાયડ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો, ધવલસિંહ પાછળ,  કોંગ્રેસના જશુ પટેલ 2200 મતોથી આગળ
- અમરાઇવાડીમાં પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવારે બાજી મારી
- અમરાઇવાડી, લુણાવાડા, ખેરાલુ અને થરાદમાં ભાજપ આગળ
= અમરાઇવાડી બેઠક પર જામ્યો ખરાખરીનો જંગ, ભાજપના જગદીશ પટેલ આગળ, કોંગ્રેસના ધમેન્દ્ર પટેલ પાછળ
- પક્ષપલ્ટુઓની લોકોએ જાકારો આપ્યા હોવાનો સ્પષ્ટ સંકેત દેખાયા
- થરાદ અને ખેરાલુ બેઠક પર ભાજપ આગળ
- રૂઝાન પ્રમાણે 4 બેઠકો પર બીજેપી અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ
- અમરાઇવાડી બેઠક પર કોંગ્રેસના ધમેન્દ્ર પટેલ 500 મતોથી આગળ
- રાધનપુર અને બાયડની બેઠક ભાજપ સત્તા ગુમાવે તેવા સ્પષ્ટ સંકેત
- અમરાઇવાડી બેઠક પર ભાજપ આગળ
- અમરાઇવાડી બેઠક પરની મતગણતરી શરૂ થઇ
- રાધનપુરમાં અલ્પેશ ઠાકોરના ખરાબ હાલના સ્પષ્ટ સંકેત
- ભાજપ બાયડ બેઠક ગુમાવે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા
ભાજપ

ભાજપ