1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 ઑક્ટોબર 2022 (01:08 IST)

Gujarat Cable Bridge Collapse - મચ્છુનું પાણી કાઢવા ચેક ડેમ ને તોડી નાખવામાં આવ્યો, CM ભૂપેન્દ્ર પટેલ મોરબી સિવિલ પહોંચ્યા

morbi
રેસ્ક્યુ ઓપરેશન ઝડપી બનાવવા ચેક ડેમ  તોડી નાખવામાં આવ્યો છે પણ એક એ પણ ડર છે કે આવુ કરવાથી પાણી સાથે કેટલાક શબ વહી જવાનો ભય છે
 
રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો, પુલ તૂટ્યો એ વખતે તેની પર સેંકડો લોકો હતા. પુલ તૂટતાં જ એ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા.
 
ગુજરાત સરકારના મંત્રી અને સાંસદો દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ ઘટના બાદ 60થી વધારે મૃતદેહો મળી આવ્યા છે અને હજી વધારે મૃતદેહો મળવાની આશંકા છે.

 
મોરબીમાં આ ઘટના ઘટી એ વખતે કેટલાક લોકો ત્યાં હાજર હતા અને ઘટના બાદ તરત જ તેઓ બચાવકામગીરીમાં લાગી ગયા હતા.
 
જીવતા લોકોને બચાવવાની સાથે કેટલાક લોકોએ મૃતદેહોને પણ બહાર કાઢ્યા હતા.