રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2017 (16:34 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોટાભાઈનું નિધન

મુખ્યમંત્રી વિજય રૂપાણીના મોટાભાઇ ચંદ્રકાંતભાઇ રૂપાણીનું આજે સવારે કોલકાતામાં નિધન થતા રૂપાણી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ચંદ્રકાંતભાઇ ચાર ભાઇઓ વિજયભાઇ, પ્રવીણભાઇ અને લલિતભાઇથી સૌથી મોટા હતા. તેમની ઉંમર 84 વર્ષની હતી અને તેઓ પહેલેથી જ કોલકાતા રહેતા હતા. તેમણે કોલકાતામાં ઓટો મોબાઇલ ક્ષેત્રે શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક વર્ષથી તેઓ નિવૃત જીવન જીવી રહ્યા હતા.

ચંદ્રકાંતભાઇના પત્નીનું નામ શારદાબેન છે. ચંદ્રકાંતભાઇને સંતાનમાં ચાર પુત્રો અજયભાઇ, શૈલેષભાઇ, નિલેશભાઇ અને મિલનભાઇ છે. તેમજ પુત્રીમાં મીનાબેન છે. ચારેય પુત્રો અને પુત્રી પરિણીત છે. હાલ ઓટોમોબાઇલનો બિઝનેસ તેમના પુત્રો સંભાળી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી તેઓ બિમાર રહેતા હતા. તેમજ છેલ્લા બે દિવસથી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.