બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જૂન 2019 (14:33 IST)

ગુજરાતમાં ઇજનેરી કૉલેજો બેહાલ, 34000 પ્રવેશ ફોર્મ ભર્યા 39000 બેઠકો ખાલી જ રહેશે

ગુજરાતમાં ચાલુ વર્ષે ડિગ્રી ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ માટે 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેથી હવે એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્શિશ દ્વારા પ્રવેશની આગળની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ થશે. ફાર્મસી ક્ષેત્રે 7 હજાર જગ્યાઓ સામે 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. કોમ્પ્યુટર, મિકેનિકલમાં વિદ્યાર્થીઓને વધુ રસ પડયો. એન્જિનિયરીંગમાં ર0 સરકારી અને બાકીની સ્વનિર્ભર મળી કુલ 137 કૉલેજો છે ગયા વર્ષે 30 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. આ વખતે પ્રથમ વખત આર્થિક અનામતનો માપદંડ લાગુ પડતા બેઠકોની સંખ્યા વધીને 73 હજાર થઇ ગઇ છે, જેમાં 34 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તે તમામ પ્રવેશ મેળવી લ્યે તો પણ 39 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે.

બે વર્ષથી ઈજનેર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રૂચી ઓછી થઈ હોય તેમ પ્રવેશ લેવામાં ઘસારો ઓછો થયો છે, જે ઈજનેર અભ્યાસ માટે ચોંકાવનારું પરિણામ શિક્ષણ તજજ્ઞો માની રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે 10 ટકા ઈબીસી કોટામાં વધારો કરતાં ઈજનેર ક્ષેત્રે બેઠકની સંખ્યા વધીને 72 હજાર જઈ હતી, જેમાં 34 હજાર જેટલા ફોમ ભરાયા હતા. ત્યારે હવે તા.12 જૂને કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પડશે તે જ દિવસથી તા. 16 સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ એટલે કે, કૉલેજ પસંદગી કરી શકાશે. તા. 19મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહરે થશે તેજ દિવસે ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર થશે તા.19 થી ર3 જૂન એડમિશનના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા થશે તા. ર6મીએ કૉલેજ ફાળવણીની પ્રથમ યાદી જાહેર થશે. આ.સી.પી.સી.ની યાદી જણાવે છે કે ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ વર્ષ-ર019 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા.4 ના રોજ પૂર્ણ થઇ છે. જે ઉમેદવારોએ વેરિફિકેશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપર મુજબની સમય મર્યાદામાં પૂર્ણ કરી છે અને આવા ઉમેદવારોએ જો રજિસ્ટ્રેશન દરમ્યાન જાતિ અંગેના પ્રમાણ પત્રો તથા ટયૂશન ફી માફી યોજના માટે આવકનું પ્રમાણ પત્ર રજૂ કર્યું ન હોય તો તેવા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો ઉપલબ્ધ થયે કેટેગરીમાં સુધારો, તેમ જ ટયૂશન ફી માફી યોજના માટે સુધારા કરાવવા હોય તો તેને લાગતા દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ તથા રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઇ ને ફોર્મ ભરી તા. 8/6/ર019ના સાંજે પ કલાક સુધીમાં રૂબરૂ જમાં કરાવવા જણાવવામાં આવે છે.