બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 8 જૂન 2019 (13:29 IST)

કેરળમાં માનસૂનની પધરામણી, 12 જીલ્લામાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ પલટાયુ, વાદળ છવાયા

ચોમાસાએ આઠ દિવસ મોડા શનિવારે કેરળમાં ધમાકેદાર એંટ્રી મારે. સામાન્ય રીતે 1 જૂનન અરોજ કેરળમાં વરસાદનુ આગમન થાય છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણમાં લક્ષદ્વીપ ઉપર ચક્રવાતી ક્ષેત્ર બનાવ્યુ છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં લો પ્રેશર ક્ષેત્ર પણ બની રહ્યુ છે. માનસૂન આગામી 24 કલાકમાં પૂર્વોત્તર ત્રિપુરામાં આવી શકે છે. સ્કાઈમેંટએ આ વર્ષે  93% અને હવામાન વિભાગે 96% વરસાદની શક્યતા બતાવી છે. 
 
હવામાન વિભાગે 9 જૂન માટે કેરળના આઠ જીલ્લા તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, ત્રિશુર, મલ્લાપુરમ અને કોઝિકોડમાં ઓરેંજ એલર્ટ રજુ કર્યુ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, 9, 10 અને 11 જૂનના રોજ કેરળના ત્રિશૂર, એર્નાકુલમ, મલપ્પુરમ, કોઝિકોડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ આગામી 48 કલાકમાં મોનસૂન ગતિ પકડવાની આશા છે.
 
બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે બીજી તરફ, તાપી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે.
 
પારડી અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. જેને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા લોકોને બફારાથી આંશિક રાહત મળી તો છે, પણ બીજી તરફ વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને છે.