અલીગઢ મર્ડર કેસ - ફક્ત 10 હજાર રૂપિયા માટે અઢી વર્ષની માસુમ બાળકીની હત્યા, 2 આરોપીની ધરપકડ, રાસુકા હેઠળ થશે કાર્યવાહી
અલીગઢમાં ટપ્પલ વિસ્તારમાં બાળકી સાથે થયેલ હત્યા મામલે પોલીસે કહ્યુ અમે આ મામલાની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કરીશુ અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલીશુ. અહી એક અઢી વર્ષની બાળકીની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી અને પછી ક્ષત વિક્ષત લાશને કચરામં ફેકી દેવામાં આવી હતી. આટલી શરમજનક અને ડરાવની ઘટના પાછળનુ કારણ ફક્ત 10000 રૂપિયા છે. મૃત બાળકીના પિતાએ 10000 રૂપિયાનુ કર્જ લીધુ હતુ. જ્યારે તેઓ તે ન ચુકાવી શકયા તો આરોપીઓએ બાળકીનુ અપહરણ કરી લીધુ. ત્રણ દિવસ પછી ઘરની પાસે કચરાપેટીમાં બાળકીનુ શબ મળ્યુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બાળકીની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મામલા અંગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.
મામલો બે સમુહ સાથે જોડાયેલો હોવાથી ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસબળ ગોઠવાયુ છે. વરિષ્ઠ પોલીસ અધીક્ષક આકાશ કુલહરિએ ગુરૂવારે જણાવ્યુ હતુ કે ગત 31 મે ના રોજ ટપ્પલથી લાપતા થયેલ ત્રણ વર્ષની બાળકીનો ક્ષત વિક્ષત શબ ગત બે જૂનના રોજ તેના ઘરની પાસે એક કચરાપેટીમાં દબાયેલો જોવા મળ્યો હતો. બાળકીના પિતા બનવારી લાલ શર્માની ફરિયાર પર જાહિદ અને અસલમ નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કુલહરિએ જણાવ્યુ કે મામલાની બે સમુહ સાથે જોડાયેલ હોવાને કારણે ગઈકાલે પૈદા થયેલ તનાવને ધ્યાનમાં રાખતા મોટી સંખ્યામાં પોલીસના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે.