બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (12:14 IST)

રાજકોટમાં સામે આવી વધુ એક ગેંગરેપની ઘટના, બંદૂકની અણીએ અપહરણ કરી કારમાં આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં વધુ એક ગેંગ રેપની ઘટના સામે આવી છે. કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે બંદૂકની અણીએ કારમાં અપહરણ કરી રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ પુત્રએ તેના મિત્રો સાથે મળી દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઇ છે.. પોલીસે પીડિતા ની ફરિયાદ પરથી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. 
 
એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાવો નું અભિયાન ચલાવી રહી છે અને બીજી તરફ રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચ પુત્ર અને તેના મિત્રોએ સાથે મળી ગેંગરેપ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર બનાવ પર નજર કરીએ તો રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામની પીડિતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી હતી અને ત્યાં તેમને તેની સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ કરી હતી જે અંગે પોલીસે પીડિતા નું નિવેદન નોંધી તેમના પર દુષ્કર્મ આચરનાર ભાજપ અગ્રણી અને રામોદ ગામના સરપંચ પુત્ર અમિત પડાળીયા અને તેના બે મિત્રો વિપુલ સેખડા અને શાંતિ પડાળીયા સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
 
પોલીસ ના જણાવ્યા મુજબ ગઇકાલે ગોંડલ ની સિવિલ હોસ્પિટલમાં પીડિતા સારવાર અર્થે આવી હતી અને તેને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેમાં તેણી ઘરે હતી દરમિયાન 3 લોકો સફેદ કલરની કારમાં આવી બંદૂક ની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચરેલ નું જણાવતા પોલીસે પીડિતા નું મેડિકલ ચેકઅપ કરાવી મહિલા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપી કાર્યવાહી હાથ ધરી છે..
 
ઉલ્લેખનિય છે કે રામોદ ગામ ખાતે થોડા સમય પૂર્વે થયેલ માથાકુટ ને ધ્યાનમાં રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે જે દિશા તરફ પણ પોલીસે તપાસ હાથ ધરી છે. સાથે જ ભાજપ અગ્રણી અને રામોદ ગામના સરપંચ પુત્ર સહિત 3 સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.