રાજકોટમાં 'નમસ્તે ટ્રમ્પ' : મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનાં કોફી મગનું ધૂમ વેચાણ

modi trump coffee mug
Last Updated: સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (11:30 IST)

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઇ તમામ સુરક્ષા એજન્સી સતર્ક થઇ ચૂકી છે તો સાથોસાથ ડોનાલ્ડ ટ્રમ્પ જે પણ સ્થળોની વિઝીટ કરવાના છે તે તમામ સ્થળો પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે રાજકોટનાસીઓનો ઉત્સાહ પણ ચરમસીમાએ
પહોંચ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત સમયે રાજકોટનાં એક ગિફ્ટ શોપે એક સ્પેશિયલ મગ તૈયાર કરાવ્યા છે જેનું હાલ વેચાણ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ મગ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની તસવીરો જોવા મળી રહી છે.સોમવારનાં રોજ ડોનાલ્ડ ટ્રમ્પ સવારનાં 12 કલાકની આસપાસ અમદાવાદ પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પરિવાર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જે બાદ તે મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેશે તો સાથોસાથ સ્ટેડિયમમાં હાજર જનમેદનીને પણ સંબોધશે.ગુજરાતનો પ્રવાસ પતાવીને ટ્રમ્પનો પરિવાર આગ્રા તાજમહેલની મુલાકાત પણ લેશે.ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાત સમયે રાજકોટના એક ગિફ્ટ શોપે એક સ્પેશિયલ મગ તૈયાર કરાવ્યા છે, જેનું હાલ વેચાણ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. રાજકોટનાં ગિફ્ટ શોપર દ્વારા નમસ્તે ટ્રંપ તેમજ મોદી અને ડોનાલ્ડ ટ્રંપની દોસ્તીનાં સ્લોગન દર્શાવતા મગની બોલબાલા રાજકોટમાં જોવા મળી રહી છે.એક મગની કિંમત 150 રૂપિયા રાખવામાં આવી છે. ત્યારે આ સ્પેશિયલ પ્રકારના તૈયાર કરવામાં આવેલા મગ મોટા પ્રમાણમાં યુવાનો ખરીદી કરી રહ્યાં છે.આ પણ વાંચો :