બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 માર્ચ 2020 (12:12 IST)

ગુજરાતમાં પણ તૂટી શકે છે કોંગ્રેસ, 13 ધારાસભ્યો ભાજપમાં જોડાશે?

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસમાં પણ ધારાસભ્યો સાથે છોડી શકે છે એવા સમાચાર પ્રાપ્ત થયા છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસ પણ તૂટી શકે છે. ગુજરાત કોંગ્રેસના નેતૃત્વમાં પણ પરિવર્તન આવી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની બગાવત બાદ મધ્યપ્રદેશમાં રાજકીય સંકટની સ્થિતિ ઉત્પન્ન થઇ છે. સાથે જ ત્યાં કોંગ્રેસની કમલનાથ સરકાર પર સંકટના વાદળો છવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં સત્તા પરિવર્તન થઇ શકે છે. 
 
જોકે ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટો ખાલી થઇ રહી છે. તેમાં ત્રણ સીટો ભાજપ પાસે છે જેને પાર્ટી ફરીથી જીતવા માંગશે, જોકે તેના માટે ઓછામાં ઓછા છ કોંગ્રેસી ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોંગ્રેસના ઘણા નારાજ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે કોંગ્રેસમાં ફૂટના સંકેત આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક લડાઇ ચરમ પર છે. કોંગ્રેસ નેતા નેતૃત્વ પરિવર્તનની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાં ફૂટ પડી સહ્કે છે. રાજ્યસભાની ચુંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ફૂટ પડશે. 
 
જોકે ભાજપ ઇચ્છતી નથી કે કોંગ્રેસ ધારાસભ્યોને તોડીને પાર્ટીમાં સામેલ કરવામાં આવે. પરંતુ રાજ્યસભા માટે કોંગ્રેસનું ગણિત બગાડવા માટે ભાજપનો પ્લાન તૈયાર છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં 13 ધારાસભ્ય છે જે ભાજપના સંપર્કમાં છે. રાજ્યસભા ચુંટણી પહેલાં આ નેતા ભાજપમાં જોડાઇ શકે છે. 
 
મધ્ય પ્રદેશના રાજકારણના જાણકારોનું કહેવું છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સોમવાર-મંગળવાર મુલાકાતમાં વડોદરા શાહી પરિવારની મહત્વની ભૂમિકા સામે આવી રહી છે. ગ્વાલિયર શાહી પરિવાર સાથે સબંધ ધરાવતા જ્યોતિરાદિત્ય સિંધિયાની સાસરી વડોદરાના રાજઘરાનામાં છે. કહેવાય છે કે, આ શાહી પરિવારની મહારાણીએ સિંધિયા અને વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીતનો માર્ગ મોકળો કર્યો. તેમના કારણે જ સિંધિયા અને ભાજપ વચ્ચે વાતચીત થઈ.
 
મધ્ય પ્રદેશને લઈને રણનીતિ સોમવારે અમિત શાહના ઘરે બેઠક થઈ હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ, નરેન્દ્ર સિંહ તોમર અને નરોત્તમ મિશ્રા સામેલ થયા હતા. બીજી તરફ વડાપ્રધાન અને સિંધિયા વચ્ચે મધ્યસ્થતા સિંધિયાના સાસરી પક્ષ તરફથી વડોદરા શાહી પરિવારની મહારાણીએ કરી હતી. તેમણે સિંધિયાને ભાજપ સાથે સંપર્ક કરવા માટે તૈયાર કર્યા. બીજી તરફ વડાપ્રધાને સિંધિયા સાથે વાતચીતની જવાબદારી નરેન્દ્ર સિંહ તોમરને સોંપી. તોમર મિટિંગ માટે સિંધિયાના ઘરે પણ જઈ આવ્યા અને ત્યાં જ આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.