શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 સપ્ટેમ્બર 2022 (12:48 IST)

ગુજરાત કોંગ્રેસની સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકો પર નજર, હવે તૈયાર કર્યો આ પ્લાન

gujarat election
ગુજરાત વિધાનસભાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં સતત રાજકીય ગરમાવો જામી રહ્યો છે. જાહેર સભાઓ ગુંજવા લાગી છે અને રાજકીય મેળાવડાઓ શરૂ થઈ ચૂક્યા છે. આ સાથે આમ આદમી પાર્ટીએ તો પોતાના 29 ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે હવે કોંગ્રેસની નજર સૌરાષ્ટ્ર ઝોન પર છે.

કોંગ્રેસ આજે સૌરાષ્ટ્ર ઝોનમાં મીડિયા સેન્ટર શરૂ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસ એક બાદ એક કાર્યક્રમો આપવા લાગી છે. જનસંપર્ક કરવા લાગી છે. હવે ડિજિટલ યુગમાં જનસંપર્કમાં પણ ફેરફાર થવા લાગ્યો છે ત્યારે ડિજિટલ મધ્યમોનો ઉપયોગ જનસંપર્કમાં વધવા લાગ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ મીડિયા સાથેના સંપર્કને વધુ મજબૂત કરવા માટે સૌરાષ્ટ્ર ઝોનમાં મીડિયા સેન્ટર શરૂ કરશે.સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કોંગ્રેસ હવે સૌરાષ્ટ્ર ઝોનનું મીડિયા સેન્ટર શરૂ કરશે. આ દરમિયાન કોંગ્રેસની નજર સૌરાષ્ટ્ર ઝોન પર છે. મીડિયા સેન્ટરના માધ્યમથી કોંગ્રેસ જનતા સુધી પહોંચવા માંગે છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 54 બેઠક પર નજર રાખવામાં આવશે.સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે જેમાં 54 વિધાનસભાની સીટ આવેલ છે જેમાં ભાજપને 31 કોંગ્રેસને 21 એનસીપી પાસે 1 બેઠક છે. તથા પાબુભા માણેક દ્વારકા બેઠક પરથી ગેરલાયક ઠર્યા હતા અને અપીલ કરતા હજુ બેઠક ખાલી છે.