બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 10 એપ્રિલ 2021 (10:56 IST)

Gujarat Corona Live update - ગુજરાતના અનેક રાજ્યોમાં રેમડેસીવીરની કમી, વડોદરાના હોસ્પિટલો ફુલ થતા લોબીમાં થઈ રહી છે સારવાર

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે સતત બીજા દિવસે કોરોનાનો આંકડો 4 હજારને પાર થઇ ગયો હતો. ગુરૂવારે 4021 કેસ નોંધાયા હતા, જ્યારે આજે રેકોર્ડબ્રેક 4541 કોરોના કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે

-રેમડેસીવીર અંગે ગેરમાન્યતા બહુ છે દરેકને રેમડેસીવીર આપવા એવુ જરુરી નથી 
 
- રેમડેસીવર માત્ર જેને ઓક્સિજન ની જરુરી છે.. કોઈ પણ પ્રકારનો બહારથી ઓક્સિજન આપવો પડે છે તેમને અપાય 
 
- રેમડેસીવરથી જીવ બચે છે એવુ નથી પરંતુ રીકવરી ફાસ્ટ થાય છેઅને હોસ્પિટલનો સ્ટે ઓછો થાય છે. 

10:56 AM, 10th Apr
- ગુજરાતમાં એક મહિના સુધી શનિ-રવિ પાનના ગલ્લા બંધ રહેશે 
- ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે, જેને પગલે ગામડાં અને વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ વધી રહ્યાં છે. ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.

10:54 AM, 10th Apr
- કોરોનાના વધતા સંક્રમણના કારણે કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ પર રોક, નહીં મળે મંગળા આરતીની ટિકિટ.
 

10:54 AM, 10th Apr
- ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા
 
- સુરત મહાનગરની કિરણ હોસ્પિટલ ને આજે સાંજ સુધીમાં 10હજાર નંગ રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડાશે
 
- સુરત જિલ્લા કલેકટરને 2500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડવામાં આવ્યા છે:- ગુજરાત સરકાર

10:52 AM, 10th Apr
- રાજકોટમાં કોરોનાનો કોરોનાનો યથાવત.
- રાજકોટમાં સારવાર લઈ રહેલા 32 દર્દીઓના મોત થયા..
- ડેથ ઓડિટ બાદ કોરોનાથી થયેલા મૃત્યુઆંક જાહેર કરશે.

- રાજકોટ : કોંગ્રેસના પીઢ નેતા જસવંતસિંહ ભટ્ટી અને તેનો પરિવાર કોરોના સંક્રમિત..
 

10:51 AM, 10th Apr
- મોરબીથી મહેસાણા સુધી મોટાભાગના વિસ્તારોમાં સ્વયંભૂ બંધ રહેશે. કોરોનાને કાબૂકમાં લેવા મહેસાણા, મોરબી, ડીસા, પાલનપુર સહિત મોટાભાગના વિસ્તારોમાં સોમવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે.

- અમદાવાદ રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય: 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ પર મુકાયો પ્રતિબંધ

10:51 AM, 10th Apr
સુરત
સુરતમાં કોરોના નું સનકર્મન ભયજનક રીતે વધતા મનપા નો નિર્ણય
શિક્ષણ સમિતિ ની શાળાઓમાં કોવિડ આઈશોલેશન સેન્ટર શરૂ કરાશે
સાથે સાથે ઇન્ડોર સ્ટેડિયમ માં પણ કોવિડ આઈશોલેશન સેન્ટર શરૂ કરાશે
રુસ્તમપૂરા ની શાળા ન. 38-39 માં કોવિડ સેન્ટર શરૂ કરાશે

10:50 AM, 10th Apr
- ગુજરાતની કોવિડ ટાસ્કફોર્સનાં નિષ્ણાત તબીબોની સલાહ
 
- કોરોના સામાન્ય લક્ષણોમાં હોમ ક્વોરોન્ટાઈન થઈ આરામ કરો, ખૂબ પાણી પીઓ અને પેરાસીટમોલ લો
 
- ઓક્સિજન 94થી નીચે જાય તો દાખલ થવાની જરૂર
 
- રેમડેસિવિર માટે ખોટી ભાગદોડ ના કરો રસી લો અને મોતથી બચો
 
- કોરોના સામેનું યુધ્ધ સાથે મળીને લડીએ

10:50 AM, 10th Apr
- `સુરતમાં કોરોના નું સનકર્મન ભયજનક રીતે વધતા મનપા નો નિર્ણય
- શિક્ષણ સમિતિ ની શાળાઓમાં કોવિડ આઈશોલેશન સેન્ટર શરૂ કરાશે
- સાથે સાથે ઇન્ડોર સ્ટેડિયમ માં પણ કોવિડ આઈશોલેશન સેન્ટર શરૂ કરાશે
- રુસ્તમપૂરા ની શાળા ન. 38-39 માં કોવિડ સેન્ટર શરૂ કરાશે