સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 9 એપ્રિલ 2021 (14:53 IST)

Gujarat Corona Live Update - સુરતમાં શિક્ષકોને સ્મશાન ગૃહમાં સોંપાઈ કામગીરી.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે કોરોનાનો આંકડો 3 હજારને પાર થઇ ગયો હતો. સોમવારે 3160 કેસ, મંગળવારે 3280 અને બુધવારે 3575 નોંધાયા હતા, કોરોનાને કાણે હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ભરાઈ ગયાં છે. ક્યાંક ઈન્જેક્શનનો સ્ટોક નથી અને ક્યાંક ઓક્સિજન ખૂટી ગયાના વીડિયો સામે આવી રહ્યા છે.  અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું છે; ત્યારે શહેરનાં વિવિધ સ્મશાનોમાં ભયાવહ દૃશ્યો જોવા મળી રહ્યાં છે 

02:46 PM, 9th Apr
સુરતમાં શિક્ષકોને સ્મશાન ગૃહમાં સોંપાઈ કામગીરી...
 
- અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની આપઈ કામગીરી...
 
- 8 - 8 કલાકની ત્રણ શિફ્ટમાં SMC(સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) ના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે...
 
- સ્મશાન ગૃહમાં આવેલ મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે શિક્ષકો ને આપી  જવાબદારી.

અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતાં કચવાટની લાગણી જોવા મળી રહી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં SMC(સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન)ના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાની રહેશે. સ્મશાનગૃહમાં આવતા મૃતદેહોની અંતિમક્રિયામાં નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકો જવાબદારી આપી દેવામાં આવી છે
 

01:03 PM, 9th Apr
- સુરતમાં કોરોનાની સ્થિતિ અતી ગંભીર છે. રોજબરોજ કોરોનાના જે કોઈ આંકડાઓ સરકાર જાહેર કરે છે તેમાંથી 60 થી 70 ટકા દર્દીઓ સુરત અને અમદાવાદ શહેર-જિલ્લામાંથી જ આવે છે. આ સ્થતિને જોઈને લોકોમાં લોકડાઉન અંગે જે કોઈ કાનાફુસી થઈ રહી છે તેનાથી શ્રમજીવીઓમા ફડક પેઠી છે. પરીણામે આવા શ્રમજીવીઓએ વતનની વાટ પકડીને ચાલતી પકડી છે.

01:03 PM, 9th Apr
- રાજકોટમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક સતત​​​​​​​ વધી રહ્યો છે. કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફુલ થઈ ગયાં છે. ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં વેઇટિંગ વધતાં તંત્ર દ્વારા લાકડાંમાં અગ્નિસંસ્કાર કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી, પણ આજે ત્યાં પણ વેઇટિંગ છે.
 
 

12:51 PM, 9th Apr
તાપી :
- જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા હવે મંદિરો પણ સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
- જિલ્લાના વાલોડ ખાતે આવેલ વર્ષો જૂનું ગણેશજીનું મંદિર બંધ કરવાનો ટ્રસ્ટીગણનો નિર્ણય
- આગામી 11 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી જાહેરજનતાના દર્શનાર્થે બંધ રહેશે મંદિર
- 20 દિવસ મંદિર બંધ કરવાનો નિર્ણય

12:50 PM, 9th Apr
- કોરોના કેસો વધતા નલિયા મામલતદાર કચેરી બંધ
- અબડાસા તાલુકામા કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય 
- અરજદારો માટે મામલતદાર 30 એપ્રિલ સુધી બંધ કરાઈ
- લોકોને સહકાર આપવા કચેરી દ્વારા અપીલ કરાઈ