રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 એપ્રિલ 2021 (10:54 IST)

ધોર કળયુગ: બિમાર બેનની મદદે આવેલી સાળી પર બનેવીએ ગુજાર્યો બળાત્કાર

રાજ્યમાં સતત બળાત્કાર અને શારિરીક શોષણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જામનગરથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બનેવીએ પોતે સાળી સાથે ગુજારેલા દુષ્કર્મથી ગર્ભવતી કરી દેતા હાહકાર મચી ગયો છે. આ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતી મોટી બહેન બીમાર હોવાથી નાની બહેન ઘરકામમાં મદદ કરવા માટે આવી હતી. આ દરમિયાન સગા બનેલીએ પોતાની જ સાળી પર નજર બાગાડી હતી અને સાળીને ધાક-ધમકી આપીને બે-ત્રણ વાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતી માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી. આ દરમિયાન યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં ડોક્ટરે યુવતીને આઠ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
 
આ અંગે યુવતીએ બનેવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી બનેવી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે કોવિડ ટેસ્ટ પછી આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.