ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 8 એપ્રિલ 2021 (09:54 IST)

હવે સોમનાથ મંદિરના સાનિધ્યમાં કરી શકાશે લગ્ન, જાણો શું છે પેકેજ

ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે પોતાના દરવાજા લગ્ન કરવાની ઇચ્છા ધરાવનાર યુગલો માટે પણ ખોલી દીધા છે. ભગવાન શિવના આ મંદિરના વ્યવસ્થા કરનાર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્રારા આ જાહેરાત કરવામાં આવી હતે તે પોતાના નવા જીવનની શરૂઆત સોમનાથ મંદિરના આંગણમાં કરવાની ઇચ્છા ધરાવનાર માટે મદદ કરશે. મંદિર ટ્રસ્ટે કહ્યું કે તે લગ્ન માટે તમામ વ્યવસ્થા કરીને આપશે. 
 
ટ્રસ્ટ દ્રારા કહેવામાં આવ્યું છે કે તમામ લગ્ન હિંદુ વિધિ વિધાનો અનુસાર કરશે. આ ઉપરાંત લગ્ન માટે પંડિતથી માંડીને વીડિયો આલબમ સુધીની તમામ સુવિધા પુરી પાડશે. જેના માટે 11 હજાર ચાર્જ ચૂકવવો પડશે. તેના માટે ટ્રસ્ટએ એક મોટો હોલ પણ બનાવ્યો છે. જ્યાં મહેમાનોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્રારા નગર પાલિકા સંચાલિત મેરેજ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. 
 
ટ્રસ્ટ દ્રારા કહેવામાં આવ્યું છે કે તેમને જોયું કે હવે મોટાભાગના યુવાનો ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું પસંદ કરે છે. એટલા માટે પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે સોમનાથ મંદિરને વિકસિત કરી રહ્યા છે. સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે કે લગ્ન માટે જે ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે તે મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખતાં કરવામાં આવ્યોછે. જેથી તેમનું સપનું પણ પૂર્ણ થઇ શકે.