શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2020 (09:11 IST)

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 308 નવા કેસઃ 16 દર્દીઓના મોત, કુલ દર્દી 4082

રાજ્યમાં કોરોનાએ રીતસરનો ભરડો લીધો છે. કારણ કે, ગુજરાતમા છેલ્લા 24 કલાકમાં નવા 308 કેસ પોઝિટિવ નોંધાયા છે. જે સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 4082 પર પહોંચી ગઈ છે. જ્યારે 16 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં કોરોનાના મંગળવારે વધુ ૧૬૪ પોઝિટીવ કેસ નોંધાયા છે.જેમાં પાલડીમાં આવેલી પંકજ સોસાયટીમાં એક જ પરીવારના સાત લોકો કોરોના પોઝીટીવ થયા છે. વસ્ત્રાલની એક સોસાયટીમાં છ પોઝિટીવ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના વધુ 17 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરતના વિવિધ ઝોનમાં આ નવા કેસ નોંધાયા છે. નવા કેસ મળીને સુરતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 572 પર થઇ છે. જ્યારે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ 21 કેસ નોંધાયા છે… બીજી તરફ કોરોનાને કારણે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકોના મોત નિપજ્યા છે… જ્યારે કે 40 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. મહીસાગર જિલ્લામાં કોરોનાનો પગ પેસારો વધી રહ્યો છે. સંતરામપુરના બ્રાહ્મણ વાડા વિસ્તારમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. વીરપુરના રોજાવ ગામના 60 વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિ આવ્યો છે. આ તરફ બાલાસિનોરમાં પણ 39 વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળના 52 વર્ષીય પુરુષનો પણ આવ્યો પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ નથી અને તેને ખાનપુરના શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યો છે. નવા પાંચ કેસ સાથે મહીસાગર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 15 પર પહોંચી ગઈ છે. સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે રાજ્યનાં રાજકોટમાં વધું 3 પોઝિટીવ કેસ સામે આવ્યા છે.સમરસ હોસ્ટેલાં 3 દર્દીઓને ક્વોરન્ટીન કર્યા હતા. જેમના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.આ ત્રણેય દર્દી જંગલેશ્વર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનિય છે કે રાજકોટમાં સૌથી વધારે પોઝિટીવ કેસ જંગ્લેશ્વર વિસ્તારમાંથી સામે આવ્યા છે. કુલ દર્દીઓ પૈકી 15 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગુજરાતમાં કુલ કેસોના 65 ટકા જેટલા કેસો ફક્ત ગુજરાતમાં છે. હાલ અમદાવાદમાં કુલ કોરોનાના કેસો 2364 છે. મેગાસીટી શહેર અમદાવાદ આજે દેશમાં કોરોનાના વધતા જતા કેસો સાથે દેશમાં બીજા નંબરનું શહેર બની ગયું છે. અમદાવાદમાં 17 માર્ચથી કોરોના કેસો નોંધાવાના ચાલુ થયા હતા. જેમાં એક મહિના દરમિયાન કુલ 601 કેસ નોધાયા હતા.છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં 1765 નવા કેસ નોંધાતા અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2366 થઈ ગઈ છે. અમદાવાદમાં 18 અને 19 એપ્રિલે બે દિવસ સૌથી વધારે કેસ નોંધાયા છે.18 એપ્રિલે 243 કેસ નોધાયા હતા જે અત્યાર સુધીના સૌથી વધારે છે. તો તેના બીજા જ દિવસે એટલે કે 19 એપ્રિલે પણ 234 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. છેલ્લા 10 દિવસમાં એવરેજ 176.5 કેસો નોંધાયા છે.