મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 29 એપ્રિલ 2020 (18:58 IST)

કોરોના વાયરસના દર્દીઓ ઠીક થયા પછી પણ ફરી થઈ રહ્યા છે સંક્રમિત, જાણો તેનુ કારણ

કોરોના વાયરસ
કોરોના વાયરસનો ફેલાવો ત્રણ મહિના પછી ઓછો થવાનુ નામ નથી લઈ રહ્યો. આ સાથે જ જે  દર્દીઓ આમાંથી સ્વસ્થ થયા છે તેમની અંદર ફરીથી ચેપ લાગવાના સમાચારથી વૈજ્ઞાનિકો  પરેશાન છે.
 
અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના 428275 દર્દીઓ ઠીક થઈ ચુક્યા છે. વિશ્વમાં દર્દીઓની કુલ સંખ્યા અનુસાર આ આંકડો ખૂબ ઓછો છે. ડિસેમ્બર 2019 થી અત્યાર સુધી, વિશ્વભરના વૈજ્ઞાનિકો વાયરસનો ઈલાજ શોધવામાં વ્યસ્ત છે, પરંતુ હજી સુધી, ફક્ત યુએસ, ચીન અને ઇઝરાઇલ સફળતાની દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે. આ ત્રણેય લોકોએ દવા બનાવવાની પુષ્ટિ કરી છે અને માણસો પર તેની ટ્રાયલ ચાલી રહી છે. પરંતુ તે દરમિયાન, કેટલાક સ્થળોએથી આવતા સમાચારોએ વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક સ્થળોએ જોવા મળી રહ્યુ છે કે આ વાયરસ કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓના શરીર પર ફરી હુમલો કરી રહ્યો છેડોકટરોના મતે આવુ એ માટે થઈ રહ્યું છે કારણ કે તે વ્યક્તિઓના શરીરમાં એન્ટિબોડીઝનું નિર્માણ નથી થઈ રહ્યુ.  તેથી જ તે લોકોના શરીરમાં વાયરસ સ્વસ્થ થયા પછી પણ પરત આવી રહ્યા છે. અનેક દેશોમાં તપાસમાં આ વાત સામે આવી છે કે કોરોના દર્દીઓમાં ઉપચાર પછી ફરી સંક્રમણ નો ખતરો કાયમ છે.  ઉલ્લેખનીય છે કે શરીરમાં બનનારી એંટીબોડીઝ જ આપણા શરીરને પ્રતિરોધક કોઈ વાયરસ સામે લડવામાં સક્ષમ બનાવે છે. ચીનના ફુદાન યુનિવર્સિટીના હોસ્પિટલમાં સ્વસ્થ થઈ ચુકેલા 130 દર્દીઓમાં એંટીબોડીઝની તપાસ દરમિયાન દ્સ દર્દીઓના શરીરમાં એંટીબોડીઝ જોવા ન મળી.  સૌથી ખતરનાક વાત એ પણ છે કે તેમા દસમાંથી નવની વય 40 વર્ષની નીચે હતી. આ ઉપરાંત જે 30 ટકા વ્યક્તિઓમાં આ મળ્યા તેમની અંદર માત્રા ખૂબ જ ઓછી હતી.  આ બંને જ અવસ્થા કોઈપણ વ્યક્તિ માટે સારી નથી  
 
ઉલ્લેખનીય છે કે  શરીરને સ્વસ્થ રાખવામાં એન્ટિબોડીઝની ભૂમિકા ખૂબ મહત્વની છે. આ કોઈપણ રોગના પ્રભાવોને ઘટાડવા અને દૂર કરવા માટે કામ કરે છે. તેમના બનવાની ક્ષમતા એન્ટીજન શરીરમાં પ્રવેશ્યા પછી થાય છે. એન્ટિબોડીઝ શરીરમાં રહેલા વ્હાઇટ બ્લડ સેલ્સ  અથવા બી લિમ્ફોસાઇટ્સ દ્વારા રચાય છે. એન્ટિજેન બી સેલ્સ તેમના નિર્માણમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. 
 
આવા દર્દીઓ માત્ર ચીનમાં જ નહીં, દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાયરસથી ઠીક થઈ ચુકેલા 91 દર્દીઓ ફરીથી કોરોના વાયરસથી ચેપ જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે ચીન પછી દક્ષિણ કોરિયામાં જ તેનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો હતો. અહી આ વાયરસ એક સંક્રમિત મહિલાના વુહાનથી પરત આવતા જોવા મળ્યો હતો. 
 
આ મહિલાએ ચર્ચની એક પ્રાર્થના સભામાં ભાગ લીધા પછી તેના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. પણ સમય જતાં સરકારે તેના પર વિજય મેળવ્યો હતો.  યોનહોપ એજન્સી મુજબ અહીંના રોગ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના ડિરેક્ટર જેઓંગ ઈયૂન-ક્યોંગે આશંકા વ્યક્ત કરી હતી કે વાયરસ ફરીથી સક્રિય થઈ શકે છે. આ ઉપરાંત જાપાનમાં પણ બરાબર 70 વર્ષ ના વ્યક્તિના ઠીક થવાના થોડા દિવસ પછી તે ફરીથી કોરોના સંક્રમિત જોવા મળ્યો છે.