1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Crime News

પિતાએ ઘરકામના તકરારમાં દીકરીનો મોબાઈલ ફેક્યો તો દિકરીએ પોતાના જ પિતાની કરી નાખી હત્યા !

Gujrat crime news
Gujrat crime news
 
ગુજરાતમાં એક જ સમયે બે અલગ-અલગ શહેરોમાં પરિવારના સંબંધોને હચમચાવી નાખતી હત્યાની ઘટનાઓ સામે આવી છે. સાણંદમાં પિતાએ પોતાના 10 વર્ષના પુત્રની હત્યા કરી તો સુરતના કોસાડ આવાસમાં મોબાઈલ ફેંકી દેવા જેવી બાબતે દીકરીએ જ પિતાની હત્યા કરી નાખી.
 
જે પરિવારને સુરક્ષિત રાખવાની જવાબદારી હોય છે, એ જ પરિવારના સભ્યો એકબીજાના જીવના દુશ્મન બની રહ્યા છે. ગુજરાતમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ સમાજને વિચારતા કરી દીધો છે. એક તરફ અમદાવાદ જિલ્લાના સાણંદમાં પિતાએ પોતાના જ 10 વર્ષના પુત્રની હત્યા કરી નાખી, તો બીજી તરફ સુરતમાં 22 વર્ષની દીકરીએ પોતાના પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સાણંદમાં અંધશ્રદ્ધા અને ભૂવા બનવાની માન્યતાને લઈને પિતાએ પુત્રનો જીવ લીધો હોવાનો આક્ષેપ છે, જ્યારે સુરતમાં ઘરકામ અને મોબાઈલ ફેંકી દેવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરાર લોહિયાળ હત્યામાં પરિણમી હતી. બંને ઘટનાઓમાં પરિવારના જ સભ્યો આરોપી બનતાં સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.
 
 

સુરતમાં મોબાઈલ ફેંકી દેતાં દીકરીએ પિતાની હત્યા કરી

 
 
સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય તકરારે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. મોબાઈલ ફેંકી દેવા જેવી બાબતે થયેલી બોલાચાલી બાદ 22 વર્ષીય કાજલ ઉર્ફે વિક્રમે આવેશમાં આવીને પોતાના પિતા પર હુમલો કર્યો હતો. કાજલે કૂકરના ઢાંકણા અને છરી વડે પિતા પર હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી.
 

ઘરકામ બાબતે પણ પિતા અને દીકરી વચ્ચે તકરાર

  
પ્રાથમિક માહિતી પ્રમાણે, ઘરકામ બાબતે પણ પિતા અને દીકરી વચ્ચે તકરાર થઈ હતી. આ દરમિયાન મોબાઈલ ફેંકી દેવાની બાબતે વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો ઝઘડો એટલો વધી ગયો કે દીકરીએ જ પિતાની હત્યા કરી નાખી. આ ઘટનાને પગલે કોસાડ આવાસ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

માતાએ જ પોતાની દીકરી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

 
 
આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે માતાએ જ પોતાની દીકરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પિતાની હત્યા અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અમરોલી પોલીસે આરોપી 22 વર્ષીય કાજલ ઉર્ફે વિક્રમની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઘરકામ અને મોબાઈલ જેવી સામાન્ય બાબતે થયેલી તકરાર અંતે હત્યા સુધી પહોંચી જતાં આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનાં કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આગળનો લેખ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થી હિતલક્ષી ઐતિહાસિક નિર્ણય: હવે માર્કસ સાથે મનની તંદુરસ્તીને પણ અપાશે સર્વોચ્ચ મહત્વ