શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (11:57 IST)

ડાંગની આ શાળામાં અજીબોગરીબ ઘટના જોવા મળી, 3 વિદ્યાર્થીઓ અચાનક ઘૂણવા માંડે છે

ડાંગની શાળામાં એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. 3 બાળકો શાળામાં જ ધુણતા હોવાનો આક્ષેપ શાળાના સ્ટાફે કર્યો છે. વઘઈ તાલુકામાં આવેલા આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં ધો. 6 અને 8માં અભ્યાસ કરતા 3 બાળકોના સવારે શાળાએ આવ્યા બાદ 11 વાગ્યા પછી અચાનક જ હાવભાવ બદલાય જાય છે અને તેઓ શાળા સંકુલમાં જ ધુણવા લાગે છે. અમીત, અશ્વિન અને રાહુલ નામના આ ત્રણ વિદ્યાર્થીઓ 3 કલાક સુધી જમીન ઉપર સાપની માફક સરકવા લાગે છે અથવા ધુણવા લાગે છે. સાથે જ ધુણતા વિદ્યાર્થીઓ દિવાલે માથુ અથડાવે છે. આ સમગ્ર ઘટનાથી સ્કૂલનો સ્ટાફ પણ ચિંતિત છે. ગત 15 દિવસથી 150 વિદ્યાર્થીઓનું શિક્ષણ ઘૂંચમાં છે.તમને જણાવી દઇએ કે, ત્રણે બાળકો અચાનક જ આવી સ્થિતિમાં આવી જતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ગભરાટનો માહોલ છે. આવી સ્થિતિથી વાકેફ થતા જ શાળાના આચાર્ય ટંડેલે ટીપીઓને ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરી અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની તાકિદ કરી હતી પરંતુ સરકારી અધિકારીઓના બહેરા કાને સાંભળે કોણ? બાળકોની સ્થિતિ અંગે કોઈ અધિકારીઓએ રસ જ દાખવ્યો નહીં, જેના કારણે બાળકો અને શિક્ષકો પરેશાની ભોગવી રહ્યા છે.